કૉંગ્રેસ દલિત-વિરોધી પાર્ટી, કુમારી શૈલજાનું અપમાન કર્યું હતું: અમિત શાહ…
ચંદીગઢ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કૉંગ્રેસની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસ દલિત વિરોધી પાર્ટી છે અને તેમણે કુમારી શૈલજા અને અશોક તંવર જેવા દલિત નેતાઓનું અપમાન કર્યું હતું.
આ પણ વાંચો : હવે Modiને 56 ઇંચની છાતી નથી, વિપક્ષ ધારે તે….” કાશ્મીરમાં Rahul Gandhiના સરકાર પણ વાકબાણ
અમિત શાહે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પણ અનામતના મુદ્દે કરવામાં આવેલા નિવેદન બાબતે ઝાટકણી કાઢી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે દેશમાં અનામતનું રક્ષણ કોઈ કરી શકે છે તો તે ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે.
પાંચમી ઓક્ટોબરે થનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તોહાના ખાતે આયોજિત રેલીમાં તેઓ બોલી રહ્યા હતા.
કૉંગ્રેસ દલિત વિરોધી પાર્ટી છે. તેમણે કાયમ દલિત નેતાઓનું અપમાન કર્યું છે. પછી તે અશોક તંવર હોય કે બહેન કુમારી શૈલજા. કૉંગ્રેસે બધાનું અપમાન કર્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ કૉંગ્રેસ પર કુમારી શૈલજા ચૂંટણીના પ્રચારથી દૂર રહ્યા છે તે મુદ્દે સતત લક્ષ્ય બનાવી રહ્યા છે.
તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે શૈલજાને ભાજપમાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
રાહુલ ગાંધીની અમેરિકાની ટિપ્પણી પર બોલતાં અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ અમેરિકામાં એવું નિવેનદ કર્યું હતું કે વિકાસ પછી અનામતની કોઈ આવશ્યકતા નથી. તેઓ વિકાસ થયા પછી અનામત કાઢી નાખશે.
અમારું હરિયાણા સંપૂર્ણ રીતે વિકસિત રાજ્ય છે. તમને અનામત જોઈએ છે કે નહી? એમ શાહે હાજર લોકોને સવાલ કર્યો હતો.
જો કોઈ દલિતો અને ઓબીસીના આરક્ષણને બચાવી શકે છે તો તે ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે, એમ તેમમે કહ્યું હતું. અગાઉની કૉંગ્રેસની સરકારની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ભાજપ સત્તામાં આવી તે પહેલાં સરકારી નોકરીઓ ખર્ચી (લાંચ) અથવા પર્ચી (લાગવગ) વગર આપવામાં આવતી નહોતી. ભાજપની સરકારે જ નોકરીઓ પારદર્શક પદ્ધતિએ આપી હતી. (પીટીઆઈ)