‘Beti Bachao Beti Padhao’ અભિયાનથી દીકરીઓના અધિકારોમાં થયો વધારોઃ અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ (બીબીબીપી) અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કહ્યું હતું કે આ અભિયાને દીકરીઓના અધિકારો, શિક્ષણ અને સન્માનમાં વધારો કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપતથી ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન શરૂ કર્યું હતું. આ ઝૂંબેશ દેશમાં ઘટતા ચાઇલ્ડ સેક્સ રેશિયો (સીએસઆર) અને મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓને અસર કરે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું હતું કે “વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક દાયકા પહેલા શરૂ થયેલું ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન આજે એક જન આંદોલન બની ગયું છે. “છેલ્લા 10 વર્ષોમાં બીબીબીપીએ દીકરીઓના અધિકારો, શિક્ષણ અને સન્માનને એક નવું પરિમાણ આપ્યું છે.”
તેમણે કહ્યું હતું કે “આજે શાળાઓમાં છોકરીઓના પ્રવેશ દરમાં વધારો થયો છે અને સેક્સ રેશિયોમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવીને દેશનું ગૌરવ વધારી રહી છે.