નેશનલ

સિઝફાયર વચ્ચે વાયુસેનાએ કહ્યું કે ઑપરેશન સિંદૂર હજુ ચાલુ છે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી ચાલી રહેલા અઘોષિત યુદ્ધને ગઈકાલે અમેરિકાની મધ્યસ્થી બાદ વિરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને નિયમોનો ભંગ કરી ડ્રોનહુમલો અને ગોળીબારી કરી સિઝફાયરનો ઉલ્લંઘન કર્યુ છે. ત્યારે હવે ભારતીય વાયુસેનાએ મોટું નિદેવન આપ્યું છે. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે ઑપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. અમે આ વિશેની વિગતો આપીશું. આ સાથે તેમણે કોઈપણ ખોટા અહેવાલો કે અફવાઓને ન માનવાની પણ અપીલ કરી હતી.

22મી એપ્રિલના રોજ પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર ગોળી વરસાવી 26 સહેલાણીઓની હત્યા કરી હતી. ત્યારબાદ ભારતે ઑપરેશન સિંદૂર લૉંચ કર્યું હતું અને પીઓકે અને પાકિસ્તાનમાં જઈ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને ડ્રોનહુમલાની ઘમી કોશિશો કરી જેને ભારતીય સેનાએ નાકામ બનાવી દીધી હતી. આ સાથે એલઓસી પર પણ પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે. આ બધા વચ્ચે ગઈકાલે સિઝફાયર જાહેર કરવામાં આવ્યું હતું. જોકે હવે ભારતીય વાયુસેનાએ જ કહ્યું છે કે ઑપરેશન હજુ ચાલુ છે.

આ પણ વાંચો….Breaking News: ટ્રમ્પે કરી ફરી પોસ્ટ, ભારત – પાકિસ્તાનને લઈ કહી આ વાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button