
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા વચ્ચે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેના પગલે સેનાએ આતંકીઓને મારવા માટે ઓપરેશન મહાદેવ લોન્ચ કર્યું છે. આ અંગે પહેલા બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી હતી. જેની બાદ સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોએ આ અથડામણ પૂર્વે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. તેમજ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.
ત્રણ આતંકવાદી ઠાર મરાયા
આ અથડામણમાં મળતી માહિતી મુજબ સેનાએ બે જવાનોને ઠાર માર્યા છે. આ અંગે સેનાએ આપેલી માહિતી મુજબ શ્રીનગરના હરવાનના લિડવાસ વિસ્તારમાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરુ થઈ છે. ભારતીય સેનાના ચિનાર કોરના એક્સ હેન્ડલ પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ લિડવાસ વિસ્તારમાં અથડામણ શરુ છે. જેમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ઓપરેશન હજુ ચાલુ છે.
આપણ વાંચો: બીજેપી અધ્યક્ષના આ નામો આરએસએસને પસંદ નથી આવ્યા? જાણો શું કહે છે સૂત્રો
છુપાયેલા આતંકીઓએ ગોળીબાર શરુ કર્યો
આ ઉપરાંત આ ઓપરેશન અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ, સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે મહાદેવ પાસે મુલનાર વન વિસ્તારમાં કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમજ જયારે સુરક્ષા દળો શંકાસ્પદ સ્થાને પહોંચ્યા ત્યારે છુપાયેલા આતંકીઓએ ગોળીબાર શરુ કર્યો હતો. જેની બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી છે.