નેશનલ

ગોધરા કાંડ અંગે પીએમ મોદીએ પોડકાસ્ટમાં કર્યા મહત્ત્વના ખુલાસા, જાણો બીજું શું કહ્યું?

PM Modi Podcast With Lex Fridman: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રસિદ્ધ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન (American Podcaster Lex Fridman) સાથેના પોડકાસ્ટમાં ગુજરાતના ગોધરા કાંડ અંગે મહત્ત્વના ખુલાસા કર્યાં હતા.

3 કલાકના આ પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રશ્નોનો અંગે ખાસ ચર્ચાઓ કરી હતી. 2002માં થયેલા ગોધરાકાંડ વિશે પણ પીએમ મોદીએ ચર્ચા કરી હતી. જ્યારે આ અંગે લેક્સ ફ્રિડમેને (Lex Fridman) પીએમ મોદીને અનેક બાબતના ધારદાર સવાલો કર્યા ત્યારે વડા પ્રધાને તેનો જવાબ પણ શાનદાર આપ્યો હતો.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…

ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના હતી

ગોધરા કાંડ મામલે વાત કરતા કહ્યું કે, ’27 ફેબ્રુઆરી 2002માં અમે બજેટ સત્ર માટે વિધાનસભમાં બેઠા હતા અમે મારો માત્ર ત્રીજો દિવસ હતો. ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના હતી, જે દરેક વ્યક્તિ માટે દુઃખદ હતી અને દરેકને શાંતિ પસંદ છે.’ ગોધરા કાંડની ઘટના તે વખતે ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર હતી. કારણ કે, આ ઘટનામાં 60થી પણ વધારે લોકો જીવતા ભડથું થયાં હતાં.

2002 પૂર્વે રાજ્યમાં 250 રમખાણ થયા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આ ઘટનાને લઈને એવી ધારણા બાંધવામાં આવી હતી કે, આ સૌથી મોટું રમખાણ હતું, પરંતુ તે ખોટી સૂચના હતી, કારણ કે વર્ષ 2002 પહેલા બનેલી ઘટનાની અને તેના સાચા આંકડા જોવામાં આવે તો ગુજરાતમાં નિયમિત રીતે રમખાણો થતા હતાં. ક્યાંકને ક્યાંક કર્ફ્યુ લગાવવામાં આવતો હતો.

આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…

અહી તો માત્ર પતંગબાજી અને સમાન્ય સાયકલની ટક્કર જેવી નાની નાની હિંસાઓ ભડકી જતી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ‘2002 પહેલા ગુજરાતમાં 250થી વધારે મોટા હુલ્લડો થયા હતાં. એટલું જ નહીં પરંતુ 1969 માં તો હુલ્લડો 6 મહિના સુધી ચાલતા હતાં’.

ટ્રેનમાં આગની ઘટનાએ લોકોને હિંસા માટે પ્રેરિત કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુલ્લડના કારણની વાત કરતા કહ્યું કે, ટ્રેનમાં આગની ઘટનાએ કેટલાક લોકોએ હિંસા માટે પ્રેરિત કર્યા હતાં. કેન્દ્રમાં સત્તામાં રહેલા વિપક્ષે અમારી સરકાર પર આરોપો લગાવવાનો પ્રયાસ કર્યો.

પરંતુ કોર્ટે પરિસ્થિતિ જોઈ અને અમને નિર્દોષ જાહેર કર્યા. અમારા રાજકીય વિરોધીઓ ઇચ્છતા હતા કે અમારા પરના આરોપો સાચા સાબિત થાય. જે લોકો જવાબદાર હતા તેમને કોર્ટમાંથી ન્યાય મળ્યો.

અમારો મંત્ર સબકા સાથ સબકા વિકાસનો છે

પીએમ મોદીએ કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ક્યારેય કોઈ હુલ્લડ થયા નથી. તેમણે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, જ્યાં દર વર્ષે કોઈને કોઈ પ્રકારના હુલ્લડો થતાં હતાં, ત્યાં છેલ્લા 23 વર્ષોમાં એક પણ હુલ્લડ નથી થયું. અત્યારે રાજ્યમાં શાંતિનો માહોલ બનેલો છે. અમે ક્યારેય તુષ્ટિકરણની રાજનીતિ નથી કરતાં.

ગુજરાત વિકસિત ભારતના નિર્ણામ માટે સક્રિય રૂપે યોગદાન આપી રહ્યું છે. વધુમાં વડા પ્રધાને કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ આ અમારો મંત્ર રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button