ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકન કંપની ભારતમાં બનાવશે પરમાણુ રિએક્ટર, પરમાણુ ઊર્જા ક્ષમતા વધશે

નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ 2025માં ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. જેના ભાગરૂપે હવે ભારત-અમેરિકાએ નાગરિક પરમાણુ કરાર(India US Nuclear Deal
) પર હસ્તાક્ષર કર્યાના બે દાયકા પછી એક અમેરિકન કંપનીને ભારતમાં પરમાણુ રિએક્ટર બનાવવા અને ડિઝાઇન કરવાની મંજૂરી આપવામાં આવશે. તેને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી (DoE)તરફથી મંજૂરી મળી ગઈ છે. ઉર્જા વિભાગે હોલ્ટેક ઇન્ટરનેશનલને ભારતમાં પરમાણુ રિએક્ટર ડિઝાઇન અને નિર્માણ માટે મંજૂરી આપી છે.

હોલ્ટેક ઇન્ટરનેશનલના પ્રોજેક્ટને મંજૂરી આપી

જેમાં ઉર્જા વિભાગે 26 માર્ચના રોજ કેટલીક શરતો સાથે હોલ્ટેક ઇન્ટરનેશનલના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
ભારતમાં ત્રણ કંપનીઓને અવર્ગીકૃત નાના મોડ્યુલર રિએક્ટર (SMR) ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપીછે. આ સાથે તેની પ્રાદેશિક પેટાકંપનીઓ હોલ્ટેક એશિયા, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને પણ આ પરવાનગી આપવામાં આવી છે. હોલ્ટેક ઇન્ટરનેશનલ ભારતીય-અમેરિકન ક્રિસ પી સિંઘ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હોલ્ટેક એશિયા 2010 થી પુણેમાં એક એન્જિનિયરિંગ યુનિટ ચલાવી રહી છે. તેનું ગુજરાતના દહેજમાં એક ઉત્પાદન યુનિટ છે.

આ પણ વાંચો: અજિત પવાર પાક ધીરાણને લઈ એવું શું બોલ્યા કે મહારાષ્ટ્રમાં મચી ગયો હંગામો, જાણો વિગત…

વર્ષ 2031-32 સુધીમાં પરમાણુ ઊર્જાની ક્ષમતા 22,480 મેગાવોટ કરવાનો લક્ષ્યાંક

ઉલ્લેખનીય છે કે, ભારત સક્રિયપણે તેની પરમાણુ ઊર્જા ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. સરકારે વર્ષ 2031-32 સુધીમાં પરમાણુ ઊર્જાની ક્ષમતા હાલના 8,180 મેગાવોટથી વધારીને 22,480 મેગાવોટ કરવાની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ વિસ્તરણમાં ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કુલ 8,000 મેગાવોટના દસ રિએક્ટર્સના નિર્માણ અને શરૂ કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વધુ દસ રિએક્ટર્સ માટે પ્રોજેક્ટ પહેલાંની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. જેમાં 2031-32 સુધીમાં ઉત્તરોત્તર પૂર્ણ થવાની યોજના છે. વધુમાં સરકારે આંધ્રપ્રદેશ રાજ્યના શ્રીકાકુલમ જિલ્લાના કોવવાડા ખાતે યુએસએના સહયોગથી 6 x 1208 મેગાવોટનો પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button