અમેરિકન કંપનીઓ હવે ‘Gold card’ હેઠળ ભારતીયોને નોકરી પર રાખી શકે છે; ટ્રમ્પની જાહેરાત

વોશીંગ્ટન ડીસી: અમેરિકાની નાગરિકા મેળવવા ઈચ્છતા લોકો માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ગોલ્ડ કાર્ડ’ યોજના (‘Gold card’ visa) રજુ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે અમેરિકન કંપનીઓ હવે નવી પ્રસ્તાવિત ‘ગોલ્ડ કાર્ડ’ યોજના હેઠળ અમેરિકન યુનિવર્સિટીઓમાંથી ભારતીય ગ્રેજ્યુએટ્સને નોકરી પર રાખી શકે છે. જેના કારણે યુએસમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ફાયદો થશે.
નોંધનીય છે કે ‘ગોલ્ડ કાર્ડ’ હેઠળ 5 મિલિયન ડોલરનું રોકાણ કરી લોકો યુએસ નાગરિકતા મેળવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેની પહેલી કેબિનેટ બેઠક દરમિયાન કહ્યું હતું કે તેમને આશા છે કે ગોલ્ડ કાર્ડ મોટા પાયે વેચાશે.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નાગરિકતા માટે Gold Card યોજના જાહેર કરી, જાણો ભારતીયોને શું ફાયદો થશે ?
કંપનીઓ ગોલ્ડ કાર્ડ ખરીદી શકે છે:
એક ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે “લોકો ભારત, ચીન, જાપાન – ઘણી બધી અલગ અલગ જગ્યાઓથી આવે છે અને તેઓ હાર્વર્ડ, વ્હોર્ટન સ્કૂલ ઓફ ફાઇનાન્સ, યેલ જેવી મહાન યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે, અને તેઓ તેમના ક્લાસમાં પ્રથમ ક્રમે આવે છે, અને તેઓએ (કંપનીઓએ) તેમને નોકરીની ઓફર કરી હતી, પરંતુ ઓફરો તરત જ રદ કરવામાં આવી હતી કારણ કે ખબર નથી કે તે વ્યક્તિ દેશમાં રહી શકશે છે કે નહીં.”
આપણ વાંચો: ‘ત્રીજું વિશ્વયુદ્ધ બહુ દૂર નથી…’, ડોનાલ્ડ ટ્રમ્પે આવું નિવેદન આપી મચાવ્યો ખળભળાટ
ટ્રમ્પે કહ્યું કે કંપની ગોલ્ડ કાર્ડ ખરીદી શકે છે અને તેનો ઉપયોગ આ કર્મચારીઓની ભરતી માટે કરી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે “આ કંપનીઓ ગોલ્ડ કાર્ડ ખરીદી શકે અને તેઓ તેનો ઉપયોગ ભરતી માટે કરી શકે. કંપનીના એ પૈસાનો ઉપયોગ અમે આપણું દેવું ચુકવવા કરીશું, અમે તેનાથી ઘણું દેવું ચૂકતે કરીશું.”
યુએસ રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઇમિગ્રેશન સિસ્ટમનું યોગ્ય રીતે મોનેટાઈઝેશન કે સંચાલન કરવામાં આવ્યું નથી.