
નવી દિલ્હી: ગત મહીને જમ્મુ અને કશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં. ભારત આ હુમલો બદલો લેવા પાકિસ્તાન સામે લશકરી કાર્યવાહી કરે તેવી પૂરી શક્યતા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્રણેય સેનાને કાર્યવાહી કરવા ખુલ્લો દોર આપ્યો છે. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. એવામાં દુનિયાભરના દેશો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમેરિકાએ વિદેશ સચિવે પણ બંને દેશોના નેતાઓ જોડે વાત કરી શાંતિ જાળવવા અપીલ કરી છે.
મોડી રાત્રે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો(Marco Rubio)એ ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર (S. Jaishankar) અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) સાથે ફોન પર અલગ-અલગ વાતચીત કરી હતી. તેમણે આતંકવાદ સામે અમેરિકાની નીતિ સ્પષ્ટ કરી હતી.
ભારતને ટેકો આપ્યો:
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આ મુશ્કેલ સમયમાં ભારતને અમેરિકાનો નજીકનો સાથીદાર ગણાવ્યો. માર્કો રુબિયોએ આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી.
આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે.
રુબીયોએ પાકિસ્તાનને શું કહ્યું?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે સાથેની વાતચીત દરમિયાન રુબિયોએ ખૂબ જ કડક સ્વરમાં કહ્યું કે હુમલાની નિષ્પક્ષ તપાસ કરવી અને ગુનેગારોને સજા આપવી તે પાકિસ્તાનની જવાબદારી છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાને પહેલગામ હુમલાની તપાસમાં સહયોગ કરવો જોઈએ.
અમેરિકાએ બંને દેશોને શંતિ જાળવવા અપીલ કરી:
માર્કો રુબિયોએ બંને દેશોને પ્રાદેશમાં શાંતિ જાળવવા અપીલ કરી. રુબિયોએ ભારતના વિદેશ પ્રધાન અને પાકિસ્તાની વડા પ્રધાન બંનેને દક્ષિણ એશિયામાં શાંતિ માટે એકબીજા સાથે વાત કરવા કહ્યું.
આપણ વાંચો : ભારત પાકિસ્તાન સરહદ પર વધતાં તણાવથી સાઉદી અરેબિયાની ચિંતા વધી, કહી આ વાત