આમચી મુંબઈઇન્ટરનેશનલનેશનલ

અમેરિકામાં લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ; NIA એ જાહેર કર્યું છે 10 લાખનું ઈનામ…

નવી દિલ્હીઃ મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને અમેરિકાના કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અનમોલ સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. હાલમાં તે અમેરિકામાં રહીને બિશ્નોઈ ગેંગને લીડ કરી રહ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર પોલીસ સહિતની ભારતીય એજન્સીઓ હવે તેના પ્રત્યાર્પણ અને ધરપકડ પર કામ કરી રહી છે.

આ પણ વાંચો : આફતાબ પૂનાવાલાને જેલમાં જ મારવાની યોજના બનાવી હતી લોરેન્સ બિશ્નોઇ ગેંગે…

બાબા સિદ્દીકીની હત્યામાં છે ભૂમિકા

આ દરમિયાન બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમની પૂછપરછ દરમિયાન અનમોલ બિશ્નોઈ વિશે ઘણા ખુલાસા થયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા કરતા પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ શિવકુમાર ગૌતમનું બ્રેઈનવોશ કર્યું હતું. બાબા સિદ્દીકીની હત્યા પહેલા અનમોલ બિશ્નોઈએ શિવ કુમાર સાથે વાત કરી હતી.

NIAએ 10 લાખનું ઈનામ રાખ્યું હતું

અનમોલ બિશ્નોઈને બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ ગુનાઓમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ હાલમાં જ અનમોલ બિશ્નોઈની ધરપકડ માટે કરવા માટેની માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. NIAએ 2022માં નોંધાયેલા બે કેસમાં અનમોલ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી છે.

આ પણ વાંચો : અનમોલ બિશ્નોઈના મેસેજથી સલમાન ખાનનું અન્ડરવર્લ્ડ કનેક્શન ફરી ચર્ચામાં

સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગમાં પણ હાથ

આ સિવાય 14 એપ્રિલે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગના કેસમાં પણ અનમોલ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. આ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈને આરોપી બનાવ્યા છે. આ કેસમાં અનમોલ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button