અંબાણીએ લગાડ્યું અમેરિકનોને આ વસ્તુનું ઘેલું…
નવી દિલ્હીઃ આપણે હંમેશાથી એવું સાંભળ્યું હશે કે આમ કે આમ ઔર ગુઠલિયોં કે ભી દામ… ભારતમાં કેરી સાથે અનેક સંકળાયેલી અનેક કહેવતો બાળપણથી સાંભળવા મળી રહી છે. ભારતના મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા કેરીના નિકાસક છે અને એમની પાસે 600 એકરથી વધુ મોટી કેરીની વાડી છે અને હવે આ જ કેરીનું ઘેલું અમેરિકનોને લાગ્યું છે. આ વાતનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે પાંચ મહિનામાં અમેરિકનો 2000થી વધુ કેરી ઓહિયા કરી ગયા હતા.
વાણીજ્ય મંત્રાલય દ્વારા ભારતથી એપ્રિલ-ઓગસ્ટ વચ્ચે કેટલી કેરીની નિકાસ કરવામાં આવી હતી એના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. ચાલુ નાણાંકીય વર્ષના શરૂઆતના પાંચ મહિનામાં ભારતને 27.330.02 ટન કેરી એક્સ્પોર્ટ કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ભારતે માત્ર 22,963.78 ટન કેરીની નિકાસ કરી હતી. ભારતે એપ્રિલ-ઓગસ્ટની વચ્ચે 400.39 કરોડ રૂપિયાની કેરી નિકાસ કરી હતી અને ગયા વર્ષે આ આંકડો 336.16 કરોડ રૂપિયા જેટલો હતો.
ભારતે સૌથી વધુ કેર અમેરિકામાં ઈમ્પોર્ટ કરી હતી અને આ પાંચ મહિના દરમિયાન ભારતથી 2043.60 ચન અમેરિકામાં એક્સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતે જાપાને ભારતથી 43 ટન, ન્યુઝીલેન્ડ 111 ટન, ઓસ્ટ્રેલિયાએ 58.42 ટન અને દક્ષિણ આફ્રિકાએ 4.44 ટન કેરી નિકાસ કરી હતી. આ ઉપરાંત ઈરાન, મોરેશિયસ, ચેક રિપબ્લિક અને નાઈજિરિયાનો પણ સમાવેશ આ દેશોમાં છે, જેમને ભારતે સૌથી મોટા પ્રમાણમાં કેરીની નિકાસ કર્યા હતા.
ભારતને આ વર્ષનો એક ખાસ પગલાંનો ફાયદો મળે છે. ભારતે કેરીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ અને એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસને ઈન્સપેક્શન માટે બોલાવ્યા હતા. જેથી નિકાસ કરતાં પહેલાં જ કેરીની ગુણવત્તાની પરખ કરી શકાય અને આને કારણે જ અમેરિકામાં વધુ પ્રમાણમાં કેરીનો નિકાસ કરવામાં આવી હતી.