નેશનલ

એમેઝોને તેના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની તારીખ બદલી,

હવે આ દિવસથી શરૂ થશે સેલ, જાણો સંપૂર્ણ વિગતો

જાણીતી ઈ-કોમર્સ સાઈટ એમેઝોને તેના એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટીવલ સેલની તારીખ જાહેર કરી છે. આ સેલ 8 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા ફ્લિપકાર્ટે તેની સેલ ડેટ વિશે જાણકારી આપી હતી, ત્યારપછી એમેઝોને તેની સેલ ડેટ બદલાવી નાખી હતી. આ પહેલા એમેઝોનની સેલ ડેટ 10 ઓક્ટોબર હતી.

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલમાં
ગ્રાહકો ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જેમાં સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, હોમ એપ્લાયન્સીસ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ફ્લિપકાર્ટે આજે તેની સેલ ડેટ વિશે જાણકારી આપી હતી, જે 8 ઓક્ટોબરથી શરૂ થઈને 15 ઓક્ટોબર સુધી છે. ફ્લિપકાર્ટની જાહેરાત પછી જ એમેઝોને તેના વેચાણની નવી તારીખ વિશે માહિતી આપી હતી.તેના પરથી લાગે છે કે ફ્લિપકાર્ટના સેલની તારીખ જાહેર થયા બાદ એમેઝોને આ ફેરફાર કર્યો છે, જેથી તે માર્કેટમાં સ્પર્ધાત્મકતા જાળવી શકે.

Show More

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button