Amazon AWS ડાઉન થતાં Snapchat, Canva અને Perplexity AI સહિત લોકપ્રિય સર્વિસ ખોરવાઈ...
નેશનલ

Amazon AWS ડાઉન થતાં Snapchat, Canva અને Perplexity AI સહિત લોકપ્રિય સર્વિસ ખોરવાઈ…

મુંબઈ: આજે સોમવારે રોબિનહૂડ, સ્નેપચેટ, કેનવા અને પરપ્લેક્સિટી AI સહિત કેટલાક લોકપ્રિય ઓનલાઈન પ્લેટફોર્મ્સની સર્વિસ ખોરવાઈ ગઈ હતી. એમેઝોન વેબ સર્વિસીસ (AWS) ડાઉન થવાને કારણે આ સમસ્યા ઉભી થઈ હોવાની શક્યતા છે. આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર પર હજારો યુઝર્સે રીપોર્ટ કર્યું છે.

એમેઝોન વેબ સર્વિસીસ ઘણા પ્લેટફોર્મના બેકએન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ડાઉનડિટેક્ટરને AWS માટે 2,000 થી વધુ આઉટેજના રીપોર્ટ મળ્યા છે, જેમાં યુઝર્સે કેટલીક ડિજિટલ સર્વિસ અને એપ્લિકેશનો ઍક્સેસ કરવામાં સમસ્યામાં થઇ રહી હોવાની ઉલ્લેખ કર્યો હતો.

આ સર્વિસ ખોરવાઈ:
ડાઉનડિટેક્ટર મુજબ એમેઝોનના પ્લેટફોર્મ્સ શોપિંગ સાઈટ Amazon.com, પ્રાઇમ વિડીયો અને એલેક્સામાં પણ કનેક્ટિવિટીની સમસ્યા થઇ હતી. PayPal ની પીઅર-ટુ-પીઅર પેમેન્ટ સર્વિસ Venmo પણ ખોરવાઈ ગઈ હતી.

પરપ્લેક્સિટીના CEO અરવિંદ શ્રીનિવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પુષ્ટિ કરી હતી કે AWS-સંબંધિત સમસ્યાને કારણે સર્વિસ ખોરવાઈ હતી, કંપનીના ઓપરેશનને અસ્થાયી રૂપે અસર થઇ હતી.

AWS સર્વર્સ પર આધાર રાખતી Snapchat, Crunchyroll, Roblox, Whatnot, Rainbow Six Siege, Coinbase, Canva, Duolingo, Goodreads, Ring, The New York Times, Life360, Fortnite, Apple TV, Verizon, Chime, McDonald’s App, CollegeBoard, Wordle, PUBG Battlegroundsની સર્વિસ ખોરવાઈ હતી.

આમાંથી કેટલાક પ્લેટફોર્મનો સર્વિસ ફરી શરુ થઇ ગઈ છે, જ્યારે પરંતુ હજુ પણ ઘણાં પ્લેટફોર્મની સર્વિસ ખોરવાયેલી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોસ્ટ કરીને તેમને પડી રહેલી સમસ્યાની જાણ કરી રહ્યા છે. એમેઝોને હજુ સુધી આઉટેજનાં કારણની સતાવાર રીતે જાણ કરી નથી.

આ પણ વાંચો…Canva Down: કેનવા વેબસાઇટ-એપ ડાઉન લાખો યુઝર્સનાં કામ અટક્યા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button