નેશનલ

આશ્ચર્યમ ! યુપીના ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ‘જય શ્રી રામ’ લખી 50% મેળવ્યા

જૌનપુર : ઉત્તરપ્રદેશની જૌનપુરની રાજ્ય સંચાલિત વીર બહાદુર સિંહ પૂર્વાંચલ (VBSP) યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બીજું કશું જ નહીં પરંતુ માત્ર જય શ્રી રામ અને અમુક સ્ટાર ક્રિકેટરોના નામ લખીને 50% થી વધુના ગુણ મેળવ્યા હોવાની વાતનો ઘટસ્ફોટ થતાં શિક્ષણ જગતમાં ચર્ચાઓ જગાવી હતી,

વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા દાખલ કરવામાં આવેલી RTI બાદ વાતનો ઘટસ્ફોટ થયો હતો કે 4 વિદ્યાર્થીઓ માત્ર જય શ્રી રામ અને સ્ટાર ક્રિકેટરોના નામ લખી પરીક્ષામાં પાસ થયા છે. દિવ્યાંશુ સિંહે ગયા વર્ષે 3 ઓગસ્ટના રોજ આરટીઆઈ દાખલ કરીને પ્રથમ વર્ષના ફાર્મસી કોર્સના વિદ્યાર્થીઓની 18 ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરવાની વિનંતી કરી હતી.

દિવ્યાંશું દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓએ પરીક્ષા પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓને છતી કરી હતી અને જવાબવહીના પુનઃમૂલ્યાંકનથી એ બહાર આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ “જય શ્રી રામ” જેવા સૂત્રો લખ્યા હતા અને રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ક્રિકેટરોના નામો લખ્યા હતા, તેઓને પાસિંગ આપવામાં આવ્યું હતું. ગ્રેડ અથવા 50 ટકાથી વધુ ગુણ મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button