અમરનાથ યાત્રાને ભારે વરસાદના પગલે સ્થગિત કરવામાં આવી…

પહલગામ : જમ્મુ કાશ્મીરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જેમાં પહલગામ અને બાલતાલ શિબિરમાંથી જ યાત્રાને સ્થગિત કરાઈ છે. અમરનાથ યાત્રાના અત્યાર સુધી 3.93 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.
શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય
આ અંગે કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમારે જણાવ્યું હતું કે આજે સવારથી સતત થઈ રહેલા વરસાદના કારને બાલતાલ અને નુનવાન/ ચંદનવાડી બંને માર્ગો પર યાત્રાની મંજુરી આપવામાં નથી આવી શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યાત્રાળુઓની સંખ્યા ચાર લાખને પાર થવાની ધારણા
તેમજ 29 દિવસની અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં યાત્રાળુઓની સંખ્યા 3.93 લાખ પર પહોંચી ગઈ છે. અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ સુધી ચાલવાની છે. જેના કારણે આ આંકડો ચાર લાખને પાર થવાની ધારણા છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ આ વર્ષે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી રહ્યા છે. તેમજ આ વર્ષે વહીવટીતંત્ર દ્વારા બંને રુટ પર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવી છે.