ટોપ ન્યૂઝનેશનલ

અમરનાથની યાત્રાએ જવા માગતા લોકો જાણી લો આ મહત્વના સમાચાર……

શ્રીનગરઃ દર વર્ષે કાશ્મીરમાં આવેલા હિંદુઓના પવિત્ર ધામ અમરનાથની યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક હોય છે. આ વર્ષે અમરનાથની યાત્રા કરવા માગતા લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષની યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે.

શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત કરી છે. અમરનાથ યાત્રા આ વખતે 29 જૂનથી શરૂ થશે. જોકે આ વર્ષે આ યાત્રા માત્ર 40 દિવસ જ ચાલશે અને તે 19 ઑગસ્ટના રોજ પૂરી થઇ જશે. અમરનાથની યાત્રાએ જતા પહેલા ભક્તોએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. યાત્રા પર જવા ઇચ્છુક ભક્તો https://jksasb.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત મોબાઇલ એપ્લિકેશન શ્રી અમરનાથજી યાત્રા પરથી પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.


આ પણ વાંચો:
અમરનાથ યાત્રા 2 મહિનાને બદલે માત્ર 45 દિવસ ચાલશે, ચૂંટણીના કારણે સમયગાળો ઘટ્યો

અમરનાથ યાત્રા શરૂ થયા બાદ પવિત્ર ગુફામાંથી સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ પર કરવામાં આવશે. લોકો વેબસાઇટ પર જઇને અથવા એપ દ્વારા આરતીમાં ભાગ લઇ શકે છે.

અમરનાથ યાત્રા માટે જરૂરી માર્ગદર્શિકા

1) સરકારમાન્ય બેંક શાખાઓ દ્વારા 15 એપ્રિલથી ભક્તોનું એડવાન્સ રજિસ્ટ્રેશન શરૂ થશે.

2) 13 વર્ષથી ઓછી ઉંમરના અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમ જ છ અઠવાડિયાથી વધુની ગર્ભવતી મહિલા આ યાત્રામાં ભાગ લઇ શકશે નહીં

3) નિયુક્ત બેંક શાખાઓ દ્વારા બાયોમેટ્રિક eKYC પ્રમાણીકરણ કરવામાં આવશે.

4) યાત્રા માટે ઇચ્છુક ભક્તો 8 એપ્રિલ બાદ અધિકૃત ડૉક્ટર દ્વારા પ્રમાણિત આરોગ્ય સર્ટિફિકેટ (CHC)અને સરકાર માન્ય ઓળખ કાર્ડ દ્વારા યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન ફી 150 રૂપિયા છે.

5) નિયુક્ત બેંક શાખાઓની યાદી અને CHC જારી કરવા માટે અધિકૃત ડોકટરો/તબીબી સંસ્થાઓની યાદી SASB વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button