નેશનલ

અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદોઃ પત્ની એ પતિની સંપત્તિ નથી…

નવી દિલ્હીઃ પતિ-પત્નીના કિસ્સામાં તાજેતરમાં અલાહાબાદ હાઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું હતું કે પતિએ વિક્ટોરિયા યુગની માનસિકતા ત્યાગવાની જરૂર છે. પત્નીનું શરીર તેની પ્રાઇવેસી તેના અધિકારની પોતાની સંપત્તિ છે. પત્ની પર પતિનું નિયંત્રણ કે અધિકાર ન હોઇ શકે. કોર્ટે કહ્યુ કે, પત્ની દ્વારા કરવામાં આવેલા ભરોસા અને વિશ્વાસનું સન્માન કરે તેવી એક પતિથી અપેક્ષા હોય છે. કોર્ટે આ ટિપ્પણી એક મામલાની સુનાવણી દરમિયાન કરી હતી.
પતિએ તેની પત્ની સાથે માણેલી અંગત પળોનો વીડિયો તેની સહમતિ વગર રેકોર્ડ કર્યો હતો. તેમજ સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. આ વીડિયો પતિએ તેની પત્નીના પિતરાઈ ભાઈ સાથે પણ શેર કર્યો હોવાનો આરોપ હતો.

આ પણ વાંચો: અલાહાબાદ હાઇ કોર્ટે મુખ્તાર અંસારીને આપ્યો ઝટકોઃ પુત્રની જામીન અરજી ફગાવી

કોર્ટની લાલ આંખ
જસ્ટિસ વિનોદ દિવાકરની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે પત્ની એ પતિની સંપત્તિ નથી, પરંતુ તે પોતાની સ્વતંત્ર ઓળખ, અધિકારો અને ઈચ્છાઓ સાથે સંપૂર્ણ વ્યક્તિ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિની પત્ની સાથેની ખાનગી વાતચીત અથવા પળોને રેકોર્ડ કરવી અને શેર કરવી એ પતિ-પત્નીના સંબંધોની ગોપનીયતા અને વિશ્વાસનું ઉલ્લંઘન છે.

પત્નીનું શરીર તેની પોતાની સંપત્તિ છે
કોર્ટે કહ્યું કે લગ્ન સંબંધ વિશ્વાસ અને ગોપનીયતા પર આધારિત છે. જો પતિ તેની પત્નીની ગોપનીયતાનું સન્માન ન કરે તો તે નૈતિક અપરાધ તો છે જ પરંતુ કાયદાકીય રીતે પણ સજાને પાત્ર છે. આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું કે પત્નીનું શરીર તેની પોતાની સંપત્તિ છે અને તેની સંમતિ વિના તેમાં કોઈપણ પ્રકારની દખલગીરી સ્વીકાર્ય નથી.

પત્નીની ગોપનીયતાનો ભંગ સહન કરી શકાય નહીં
પતિની અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે પત્નીની ગોપનીયતા અને તેના અધિકારોનું ઉલ્લંઘન કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. લગ્ન સંબંધમાં સમાનતા અને આદર મહત્વપૂર્ણ છે. પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને ગુપ્તતાનું સન્માન કરવું એ દરેક પતિની ફરજ છે. કોર્ટે કહ્યું, મહિલાઓના અધિકારો અને ગોપનીયતા સર્વોપરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button