‘કલયુગ આવી ગયો લાગે છે’ સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના જજે આવું કેમ કહ્યું
પ્રયાગરાજ: કોઈ સેલિબ્રિટી કપલના છુટાછેડા અને ત્યાર બાદ ભરણપોષણની માંગ ચર્ચાનો વિષય બનતો હોય છે. એવામાં અલ્હાબાદ હાઈકોર્ટમાં આવેલો એક ભરણપોષણ મામલો ચર્ચામાં છે. આ કેસ વિષે સાંભળીને કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીને પણ આશ્ચર્ય થયું હતું.
| Also Read: Allahabad High Court પત્નીના ભરણ પોષણ માટે આપ્યો મહત્વનો ચુકાદો
એક અહેવાલ મુજબ એક 80 વર્ષના પતિએ તેની 75 વર્ષની પત્નીની ભરણપોષણની માંગ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સામાન્ય રીતે આવા કેસ કોર્ટમાં આવતા નથી. રિપોર્ટ અનુસાર, ભરણપોષણ માટે એકબીજા સામે કાયદાકીય લડાઈ લડી રહેલા આ વૃદ્ધ દંપતીને જોતા, અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે ટિપ્પણી કરતા કહ્યું કે એવું લાગે છે કે કળિયુગ યુગ આવી ગયો છે.
આ વૃદ્ધ દંપતીના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીએ તેમને સલાહ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે કાનૂની લડાઈ ચિંતાનો વિષય છે. અલીગઢના રહેવાસી મુનેશ કુમાર ગુપ્તાએ અલાહાબાદ હાઈકોર્ટમાં તેની પત્ની દ્વારા ભરણપોષણની માંગણી વિરુદ્ધ અરજી દાખલ કરી છે.
ભરણપોષણની માંગ કરતી 75 વર્ષની પત્નીની અરજી પર ફેમિલી કોર્ટે ચુકાદો આપતાં તેમના પક્ષમાં આદેશ આપ્યો હતો. ફેમિલી કોર્ટના આ આદેશને 80 વર્ષના મુનેશ કુમાર ગુપ્તાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
| Also Read: Supreme Court: ‘આ સમગ્ર દેશમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો છે…’ સુપ્રીમ કોર્ટે કોલેજના પ્રિન્સિપાલ પર સવાલ ઉઠાવ્યા…
કેસની સુનાવણી બાદ અલ્હાબાદ હાઈકોર્ટે પત્નીને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે અમને આશા છે કે તેઓ આગામી સુનાવણી સુધીમાં કોઈ સમજૂતી પર પહોંચી જશે.