પાકિસ્તાનને ભારત મારશે વધુ એક મરણતોલ ફટકો, ગુરુવારથી તમામ વેપાર થશે બંધ

ભુવનેશ્વરઃ પહલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ છે. લોકો પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ભારતના વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની ભુવનેશ્વરમાં યોજાયેલી મીટિંગમાં ગુરુવાર, તા. 1 મેથી પાકિસ્તાન સાથે તમામ વેપારી સંબંધ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મીટિંગમાં તમા રાજ્યોના પ્રતિનિધિ સામેલ હતા. જેમાં પાકિસ્તાન સાથે તમામ બિઝનેસ ડીલ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખાંડ, લોખંડ, ગાડીના પાર્ટસ, ઈલેક્ટ્રિક સામાન ભારતના વેપારીઓ પાકિસ્તાનને મોકલે છે. પરંતુ હવે 1 મેથી આ વેપાર બંધ કરવામાં આવશે. આ અંગે વડા પ્રધાન કાર્યાલય, નાણા પ્રધાન કાર્યાલય, વાણિજ્ય મંત્રાલય સાથે વાત કરવામાં આવશે. એક તરફ સરકારે પાણી બંધ કર્યું છે તો બીજી તરફ વેપારીઓ પણ તેમને દેશના સૈનિક માને છે અને આ રીતે લોકોને પાકિસ્તાન સાથે વેપારી સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી પાકિસ્તાનને મરણતોલ ફટકો લાગશે.
સંગઠનના કહેવા મુજબ, ભારતના વેપારીઓ ત્યાંથી ડ્રાયફ્રૂટ્સ મંગાવે છે. આ વેપારીઓ પણ પાકિસ્તાનના વેપારીઓને 1 મેથી કોઈ ધંધો નહીં કરવામાં આવે તેમ કહી દીધું છે. 2019 પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. તેથી બંને દેશો વચ્ચે વેપારમાં ભારે ઘટાડો થયો છે. 2018માં ભારત-પાકિસ્તાન વચ્ચે લગભગ 3 બિલિયન ડોલરનો વાર્ષિક વેપાર થયો હતો. જે 2024માં 1.2 બિલિયન ડોલર જ થયો હતો.
આપણ વાંચો: અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો ગૂડ ન્યૂઝ છે, ભાવમાં કડાકો