All Roll-All Rank: નૌકાદળના જહાજમાં ફર્સ્ટ મહિલા કમાન્ડિંગ અધિકારીની નિમણૂક

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે મહિલા કર્મચારીઓ માટે ઓલ રોલ-ઓલ રેન્કની વિચારધારા સાથે નૌકાદળના જહાજમાં પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસરની નિમણૂંક કરી હોવાનું નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે જણાવ્યું હતું.
નૌકાદળ દિવસ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધતા એડમિરલ કુમારે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન અને એરક્રાફ્ટે છેલ્લા એક વર્ષમાં વ્યૂહાત્મક જળસીમામાં ઉચ્ચ ઓપરેશલ ટેમ્પો જાળવી રાખ્યા છે.
હિન્દ મહાસાગરમાં ચીનના વધતા જતા હુમલા અંગે તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ આ ક્ષેત્રમાં તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે. તેમણે કહ્યુ હતું કે અમારા જહાજો, સબમરીન અને એરક્રાફ્ટે ઉચ્ચ ઓપરેશનલ ટેમ્પો જાળવી રાખ્યો છે લશ્કરી, રાજદ્વારી, કોન્સ્ટેબલરી અને સૌમ્ય ભૂમિકાઓને સમાવિષ્ટ મિશન અને કાર્યો હાથ ધરવા માટે. અમારા એકમો સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં અને તેની બહાર, અમારા રાષ્ટ્રીય હિતોના રક્ષણ અને પ્રોત્સાહન માટે તૈનાત હતા.
એડમિરલ કુમારે કહ્યું કે ભારતીય નૌકાદળે નૌકાદળના જહાજમાં પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસરની નિમણૂંક કરી છે. મહિલા અગ્નિવીરોની એકંદર તાકાત હવે ૧૦૦૦નો આંક વટાવી ગઇ છે. આ આંકડાઓ સેવામાં મહિલાઓની ભૂમિકા માટે ઓલ રોલ-ઓલ રેન્કની અમારી ફિલોસોફીનો પુરાવો છે.