સંસદના ચોમાસુ સત્ર પૂર્વે યોજાઈ સર્વપક્ષીય બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ શરૂ થવાનું છે. ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા માટે વિપક્ષ અનેક મુદ્દાઓ તૈયારી કરી રહી છે. જોકે, આ પૂર્વે આજે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરન રિજજુએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તમામ મુદ્દાઓ પર સંસદમાં નિયમ મુજબ ચર્ચા માટે તૈયાર છે. સરકાર કોઇપણ ચર્ચામાં પીછેહઠ નહિ કરે
સરકારે તમામ પક્ષો દળોની વાત સાંભળી
સંસદીય કાર્ય મંત્રી કિરન રિજજુએ જણાવ્યું કે આ બેઠકમાં સરકારે તમામ પક્ષો દળોની વાત સાંભળી છે. તેમણે કહ્યું કે વિપક્ષની માંગ હતી કે પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા દરમિયાન પીએમ મોદી હાજર રહે. તેમણે કહ્યું કે પીએમ મોદી ગૃહમાં હાજર હોય છે તે ભલે સીધી રીતે ચર્ચામાં હિસ્સો ના લેતા હોય.
આ પણ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર ગરમાશે: I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં 24 પક્ષોએ સરકારને ઘેરવા મુદ્દાઓ નક્કી કર્યા!
સરકાર વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજજુએ જણાવ્યું કે સરકારે અત્યાર સુધી 17 બિલ માટે તૈયારી કરી છે. જે મોનસુન સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. તેમજ વિપક્ષના સવાલોના જવાબ સરકાર ગૃહમાં ચર્ચા દરમિયાન આપશે. સરકાર વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે. તેમજ મીડિયા સવાલો પર કહ્યું કે તે ગૃહની બહાર તમામ સવાલોના જવાબ ના આપી શકે.