નેશનલ

મતદાર યાદી પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવે, કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માંગ

નવી દિલ્હી: સંસદમાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રનું બીજું ચરણ સોમવારે શરૂ થયું ત્યારે પહેલા જ દિવસે ભારે હંગામો જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીને લઈને વિગતે ચર્ચા કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીને અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ સાથ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશભરમાં અત્યારે મતદાર યાદીને લઈને સવાલો થઈ રહ્યાં છે. જેથી દરેક વિપક્ષી નેતાઓએ આના પર ચર્ચા કરવા માટે કહ્યું છે.

મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં ગરબડ કરવામાં આવી હતીઃ વિપક્ષ

કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, દરેક વિપક્ષી સાંસદોએ મતદાર યાદી પર વિસ્તૃત ચર્ચા કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં થયેલી ચૂંટણીમાં પણ મતદાર યાદી મામલે વિવાદ થયો હતો. કોંગ્રેસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં ગરબડ કરવામાં આવી હતી, જેની લઈને પ્રેસ પણ કરવામાં આવી હતી જેમાં પારદર્શિતાને લઈને ચૂંટણીપંચ પાસે જે માંગણી કરી હતી, જે મામલે અત્યાર સુધીમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. અત્યારે પણ આવા જ સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો…ન્યુયોર્ક જઈ રહેલી Air Indiaની ફ્લાઈટ મુંબઈ પરત ફરી; જાણો શું હતું કારણ

મતદાર યાદીમાં ડમી નામોના નવા પુરાવા આવ્યાંઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે મતદાર યાદીમાં ડમી નામોના નવા પુરાવા સામે આવ્યાં છે. જેના કારણે અનેક પ્રકારની ગંભીર સવાલો થઈ રહ્યાં છે. લોકશાહી અને સંવિધાનના મૂલ્યોની રક્ષા માટે ચર્ચાઓ થવી ખૂબ જ જરૂરી છે. મતદાર યાદી માટે વિપક્ષના લોકોને બોલવાનો મોકો આપવામાં આવે તે તેવી લોકસભા અધ્યક્ષ પાસે માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો…બોલો, મુંબઈમાં વરલી અને ક્રાફર્ડ માર્કેટની જગ્યામાં બિલ્ડરોને રસ નથી, જાણો કારણ?

ચૂંટણીપંચ સરકારના હાથમાં છેઃ સાંસદ કપિલ સિબ્બલ

આ દરમિયાન રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે, ચૂંટણીપંચ સરકારના હાથમાં છે… જો લોકતંત્ર આવી રીતે જ ચાલતું કહ્યું અને ચૂંટણીપંચ સરકારની તરફેણ કરતું રહ્યું તો પરિમાણો તમારી સામે જ છે. જો આવી જ વ્યવસ્થા ચાલતી રહી તો આ લોકશાહી નહીં પરંતુ માત્ર દેખાવ જ છે. અમને તો કેટલાય વર્ષોથી શંકા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button