નેશનલ

ઉત્તર પ્રદેશી ચોંકાવનારી ઘટનાઃ જમાઈને છોડી પૂર્વ પતિના બનેવી સાથે ભાગી, જાણો શું છે સમગ્ર ઘટના

અલીગઢઃ ઉત્તર પ્રદેશમાં ફરી એક ચોંકાવનારી ઘટના બની છે. થોડા સમય પહેલા જ મહિલા તેના જમાઈ સાથે ભાગી ગઈ હતી. તે મહિલા ફરી ચર્ચામાં આવી છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં સંબંધોને શર્મશાર કરે તેવો વિવાદાસ્પદ કેસ છે. પોતાની દીકરીના મંગેતર રાહુલ સાથે રહેતી સાસ અનીતા દેવી (અપના દેવી)એ હવે રાહુલને પણ છોડી દીધો છે. અનીતા દેવી હવે તેના પૂર્વ પતિ જિતેન્દ્ર કુમારના બનેવી સાથે ભાગી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પહેલા પોતાના સગા જમાઈ સાથે ભાગી ગઈ અને હવે પૂર્વ પતિના બનેવી સાથે ભાગી જતા ફરી એક વખત સંબંધો પર લાંછન લાગ્યું છે.

અનીતા દેવીએ સંબંધોની તમામ હદો વટાવી દીધી

વિગતે વાત કરવામાં આવે તો, અનીતા દેવીએ સંબંધોની તમામ હદો વટાવી દીધી છે. પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો અલીગઢમાં રહેતા જિતેન્દ્ર કુમારે પોતાની દીકરીને લગ્ન રાહુલ નામના વ્યક્તિ સાથે નક્કી કર્યાં હતાં. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, તેવામાં 9 દિવસ પહેલા જ અનીતા દેવી જમાઈને લઈને ફરાર થઈ ગઈ હતી. પોલીસે તેમને પકડીને લાવ્યા પછી પણ અનીતાએ રાહુલ સાથે જ રહેવાનો નિર્ણય કર્યો હતો. આખરે તેઓ બિહારના સીતામઢી જિલ્લાના ઉસરૈના ગામમાં રહેવા ગયા.

રાહુલ સાથે રહેતી અનીતા દેવી ફરી ભાગી ગઈ

હવે ચોંકાવનારી વાત એ છે કે, રાહુલ સાથે છેલ્લા 10 મહિનાથી રહેતી અનીતા દેવી ફરી ભાગી ગઈ છે. રાહુલ સાથે રહેતી હતી ત્યારે તેના પૂર્વ પતિના બનેવી સાથે સંપર્કમાં આવી અને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. આખરે અનીતાએ રાહુલને છોડીને તેના સાથે ભાગી જવાનું નક્કી કર્યું. રાહુલના આરોપ મુજબ અનીતા દેવી ઘરમાંથી 2 લાખ રૂપિયા રોકડ અને ઘરેણાં લઈને ગઈ છે. આ ઘટના અત્યારે ખરેખર ચર્ચાનું કેન્દ્ર બની છે.

પોલીસે ઘટના બિહારની હોવાનું કહી કેસ છોડી દીધો

આ સમગ્ર મામલે રાહુલે અલીગઢ જઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસે ઘટના બિહારની હોવાનું કહીને કેસ પાછો કરી દીધો છે. આ કેસ પહેલેથી જ વ્યાપક ચર્ચામાં રહ્યો હતો અને હવે તેમાં નવો મોડ આવ્યો છે. રાહુલ આ બધા ઘટનાક્રમથી માનસિક રીતે તૂટી પડ્યો છે અને પોતાને છેતરાયેલો માને છે. પરંતુ મૂળ વાત એ છે કે, રાહુલ પણ તેની સાસુ સાથે ભાગ્યો હતો અને તેની તેની સાસુ જે તેની પત્ની બની તે ફરી તેના પૂર્વ પતિના બનેવી સાથે ભાગી ગઈ છે.

આપણ વાંચો:  સરકારે 114 રાફેલ જેટ ખરીદવા 3.25 લાખ કરોડની ડીલને મંજુરી આપી! વાયુસેનાની શક્તિમાં વધરો થશે

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button