લાંબા સમયથી રામભક્તો જે શુભ ઘડીની રાહ જોઈ રહ્યા હતા આખરે એ ઘડી આવી પહોંચી છે અને અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રંગેચંગે પાર પડ્યો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજકારણીઓથી લઈને બોલીવૂડના સેલેબ્સ સહિત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.
પરંતુ આ બધા વચ્ચે બી-ટાઉનની બબલી ગર્લ આલિયા ભટ્ટ અને તેણે પહેરેલી સાડી સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ આથરે એવું તે શું ખાસ છે આ સાડીમાં?
બોલીવૂડ સ્ટાર્સ હંમેશા પોતાના લૂકને કારણે ચર્ચામાં રહે છે અને ઘણી વખત તેમના લૂક ફેન્સને પસંદ આવે છે તો ઘણી વખત આ લૂકને કારણે તેઓ ટ્રોલ પણ થાય છે. આજે આલિયા ભટ્ટ પણ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી અને આલિયાએ પોતાની ખાસ સાડીથી લાઈમલાઈટ ચોરી લીધી હતી.
આલિયાએ આજે બ્લ્યુ કલરની સાડી પહેરી હતી. દેખાવમાં આ સાડી ખૂબ જ સિમ્પલ લાગી રહી છે, જેના પર કોઈ પ્રિન્ટ કે ડિઝાઈન નથી. પરંતુ આ સાડીની બોર્ડર તેને એકદમ ખાસ બનાવે છે. આલિયાની સાડીની બોર્ડરમાં રામાયણ સાથે સંકળાયેલા કેટલાક પ્રસંગો જોવા મળે છે. આ સાડી સાથે આલુબેબીએ બ્લ્યુ કલરની જ પ્રિન્ટેડ શાલ પહેરી છે.
આલિયાની આ સાડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ટ્રેડિશનલ આઉટફિટમાં આલિયા એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે. રણબીર કપૂરે સફેદ રંગનો કુર્તા પાયજામા પહેરીને જોવા મળ્યો હતો અને તેની સાથે તેણે સફેદ રંગની શાલ પણ પહેરી હતી. બંનેનો આ લૂક એકદમ સિમ્પલ પણ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો.
બીજી બાજું રોહિત શેટ્ટી અને વિકી કૌશલે પણ કુર્તા પાયજામા પહેર્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પહોંચેલા મોટાભાગના સ્ટાર્સ ટ્રેડિશનલ લૂક કેરી કર્યો હતો અને બધા લોકો ટ્રેડિશનલ અટાયરમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.