હજુ તમારા હાથમાં બે મહિના છે; જો આ કામ નહીં કરો તો પાનકાર્ડ થઈ જશે બંધ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા…

પાનકાર્ડ ભારતના લોકો માટે અતિમહત્વનું ડોક્યુમેન્ટ મનાય છે. તેના વિના ઘણાં કામો પૂર્ણ થઈ શકતા નથી. તો હવે પાનકાર્ડ વિશે જાણકારી રાખવી પણ અનિવાર્ય છે. તેમાં કેવા સુધાર આવ્યાં છે? કેવા ફેરફાર કરવામાં આવ્યાં તે દરેક વાતનું ધ્યાન રાખવું અતિઆવશ્યક છે. 01 જાન્યુંઆરી 2026થી જે લોકોએ પાનકાર્ડને આધારકાર્ડથી લિંક નથી કરાવ્યું તે લોકો પાનકાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. ભારત સરકાર દ્વારા પણ તેની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. તો ચાલો જાણીએ 1 જાન્યુઆરી પહેલા તમારે પાનકાર્ડ બાબતે શું ધ્યાન રાખવાનું છે.
ભારત સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તારીખ 31 ડિસેમ્બર પહેલા પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાનું ફરજિયાત છે. જો ત્યાં સુધીમાં પાનકાર્ડ ને લિંક નહીં કરાવો તો પછી તે કોઈ કામનું રહેશે નહીં, એટલે કે તે ડિએક્ટિવ થઈ જશે. આ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે…
આધાર કાર્ડ, પાન કાર્ડને લિંક કરવાની ઓનલાઈન રીત
- તમારા ફોન કે લેપટોપમાં ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ ખોલો
- આ લિંક https://www.incometax.gov.in/iec/foportal/ પર પણ ખોલી શકો છો
- હોમ પેજ પર બોયોની નીચે આપેલા આધાર લિંક પર ક્લિક કરો
- લિંક ઓપન થતા તેમાં પાનકાર્ડ નંબર અને આધાર નંબર નાખવાનો વિકલ્પ આવશે
- પાન કાર્ડ અને આધાર નંબર નાખ્યાં બાદ 1 હજાર રૂપિયા ફિ ભરવી પડશે
- આ બધુ કર્યા બાદ તમારી રિક્વેસ્ટ સ્વીકારી લેવામાં આવશે અને પ્રોસેસ પૂર્ણ થઈ જશે
આધાર-પાન લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરશો?
- તમારા ફોન કે લેપટોપમાં ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ ખોલો
- આ સિવાય https://www.incometax.gov.in/iec/foportal/ લિંક પણ ખોલી શકો છે
- આવકવેરા વિભાગના હોમપેજ પર નીચે ડાબી બાજુ લિંક આધાર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો
- ક્લિક કરતા એક નવું પૃષ્ઠ ખુલશે જેમાં તમારા PAN અને આધાર નંબર દાખલ કરવાનો રહેશે
- તમારા PAN અને આધાર નંબર દાખલ કર્યા પછી, તમે તમારી સ્થિતિ ચકાસી શકો છો.
આધાર અને પાનકાર્ડ લિંક સ્ટેટસ SMS થી પણ જાણી શકાય
હવે તમે SMS દ્વારા પણ આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક છે કે નહીં તેની તપાસ કરી શકો છે. તેના માટે પહેલા UIDPAN <12-digit Aadhaar number> <10-digit PAN number> આ ફોર્મેટમાં મેસેજ લખવાનો રહેશે. ત્યાર બાદ તે મેસેજને 567678 અથવા તો 56161 નંબર પર મોકલી દેવાનો રહેશે. આટલું કર્યા બાદ થોડા જ સમયમાં તમને જવાબ મળી જશે. તે મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હશે કે તમારૂ પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં. આ બધુ કરતા પહેલા તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. તેના વિના આ પ્રોસેસ થઈ શકશે નહીં. યાદ રાખો કે, 31 ડિસેમ્બર 2025 પહેલા આ કાર્ય પૂર્ણ કરી દેવાનું છે. બાકી તમારૂ પાન કાર્ડ પછી કોઈ કામનું રહેશે નહીં.



