અખિલેશે ભાજપ પર કરેલો કટાક્ષ ઉલટો પડ્યો; અમિત શાહે આપ્યો એવો જવાબ કે ગૃહ હસી પડ્યું

નવી દિલ્હી: વિવાદ અને વિરોધ વચ્ચે વકફ સુધારા બિલ સંસદમાં રજુ કરવામાં આવું. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં બિલ રજૂ કર્યું, ત્યાર બાદ ગૃહમાં ઉગ્ર ચર્ચા શરુ થઇ હતી. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ દલીલો રજુ કરી હતી. ચર્ચામાં શરુ થયા એ પહેલા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ બિલનો વિરોધ કર્યો અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન, અખિલેશે ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે કટાક્ષ કર્યો, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમને જે જવાબ આપ્યો એ સાંભળીને ગૃહમાં હાજર સભ્યો હસી પડ્યા.
વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન, અખિલેશ યાદવે કહ્યું કે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી પાર્ટી હજુ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકી નથી.
આ પણ વાંચો: જયરામ રમેશે GST 2.0 નો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યો કટાક્ષ, કહ્યું- પોપકોર્ન બાદ ડોનટ પર પડી અસર…
અખિલેશ યાદવના આ નિવેદન પર ગૃહના સભ્યો હસવા લાગ્યા. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હસતા હસતા પોતાની સીટ પરથી ઉભા થયા.
અમિત શાહે હળવા સ્વરમાં કહ્યું, “અખિલેશજીએ હસતાં હસતાં આ કહ્યું, હું હસતાં હસતાં જવાબ આપી રહ્યો છું. તમારે પરિવારનાં ફક્ત પાંચ સભ્યોમાંથી અધ્યક્ષ પસંદ કરવાનો હોય છે. અમારે કરોડો લોકોમાંથી અધ્યક્ષની પસંદગી કરવાની હોય છે, તેથી તેમાં સમય લાગે છે. હું કહું છું કે તમારે હવે 25 વર્ષ માટે (સપાના) અધ્યક્ષ રહેવું જોઈએ.”
આ પણ વાંચો: પીએમ મોદીના પોડકાસ્ટ પર Sanjay Raut નો કટાક્ષ, ગણાવ્યા ભગવાન વિષ્ણુનો 13મો અવતાર…
અખિલેશ યાદવે વકફ બિલ અંગે કહ્યું કે નિષ્ફળતા પર પડદો પાડવા વકફ બિલ રજુ કરવામાં આવ્યું છે. આ લોકો અગાઉ વધુ સારી રીતે તૈયાર કરેલો નિર્ણય લઈને આવ્યા હતા કે મધ્યરાત્રિ પછી ચલણી નોટો માન્ય રહેશે નહીં. નોટબંધી નિષ્ફળ રહી, હજુ પણ કેટલું નાણું બહાર આવી રહ્યું છે તે અંગે પણ ચર્ચા થવી જોઈએ. બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની આવક બમણી ન કરવા અંગે પણ સરકાર નિષ્ફળ રહી છે.