નેશનલ

“યોગીને વાંદરાના ટોળામાં બેસાડી દો તો કોઈ ઓળખી નહીં શકે!” અખિલેશ યાદવના પ્રહાર

પટના: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA) માટે ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને વાંદરા ગણાવતા ‘અપ્પુ, પપ્પુ અને ટપ્પુ’ નામ આપ્યા હતાં. હવે અખિલેશ યાદવે વળતો જવાબ આપ્યો છે, તેમણે કહ્યું કે જો આદિત્યનાથને વાંદરાઓના ટોળા વચ્ચે બેસી જાય તો કોઈ તેમને ઓળખી નહીં શકે.

બિહારમાં મહા ગઠબંધન માટે ચૂંટણી પ્રચાર કરતા અખિલેશ યાદવે જણાવ્યું, “ભાજપ ગાંધીજીના ત્રણ વાંદરાઓને યાદ કરી રહી છે કારણ કે તે લોકોને મહત્વપૂર્ણ મુદ્દાઓથી ભટકાવવા ઈચ્છે છે. જો તેમને વાંદરાઓના ટોળા વચ્ચે બેસાડવામાં આવે, તો તમે કે હું તેમને ઓળખી નહીં શકીએ.”

અખિલેશ યાદવે કહ્યું કે લોકો મોંઘવારી, બેરોજગારી અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ સામે લડી રહ્યા છે, ત્યારે ભાજપ વાંદરાઓ વિશે વાત કરવાનું પસંદ કરી રહી છે. તેમણે કહ્યું કે મતદારોએ દેશની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આદિત્યનાથે શું કહ્યું?
મુઝફ્ફરપુરમાં એક રેલી દમિયાન આદિત્યનાથે લોકોને સંબોધતા કહ્યું હતું, “તમે ગાંધીજીના ત્રણ વાંદરાઓ વિશે જાણતા જ હશો કે તેઓ ખરાબ બોલતા નથી, ખરાબ સાંભળતા નથી, કે ખરાબ જોતા નથી. પરંતુ અહીં ત્રણ વાંદરાઓ, અપ્પુ, પપ્પુ અને ટપ્પુ, બિહારના લોકોને જૂઠું બોલવા અને અહીં જંગલ રાજ સ્થાપવા માટે મથી રહ્યા છે.”

આદિત્યનાથે કહ્યું કે આ ત્રણેય NDA સરકારની સિદ્ધિઓ પ્રત્યે “આંધળા, બહેરા અને મૂંગા” છે. એક સારું કામ જોઈ શકતો નથી, બીજો વખાણ સાંભળી શકતો નથી, અને ત્રીજો તેના વિશે વાત કરતો નથી.

આપણ વાંચો:  બિહાર ચૂંટણીઃ અમદાવાદમાં વસેલા બિહારીએ કહી આ વાત

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button