NDA સરકારને લઈને અખિલશની ભવિષ્યવાણી “આ વખતે સરકારમાં બેઠેલા થોડા દિવસોના છે મહેમાન”

કોલકાત્તા: બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ કરતાં કહ્યું હતું કે આ સરકાર ટૂંક સમયમાં જ ધ્વસ્ત થઈ જશે. કોલકતાના ધર્મતલ્લામાં આયોજિત રેલીને સંબોધતા અખિલેશે કહ્યું કે આ વખતે સરકારમાં આવેલા આ લોકો થોડા દિવસોના મહેમાન છે. તેમણે દાવો કર્યો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પતન થવા જઈ રહી છે.
ટીએમસીની શહીદ દિવસની રેલીને સંબોધતા સપાના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, “જ્યારે આપણે દેશની રાજનીતિ પર નજર કરીએ છીએ, ત્યારે આજે પડકાર વધ્યા છે. સાંપ્રદાયિક શક્તિઓ ષડયંત્ર કરી રહી છે. જેઓ સત્તામાં છે અને જેઓ દિલ્હીના ઈશારે અલગ અલગ સ્થળોએ તેઓ બેઠા છે તેઓ સતત ષડયંત્રો કરી રહ્યા છે. બંગાળ અને ઉત્તર પ્રદેશે ભાજપને પાછળ છોડી દીધું છે.
આપણ વાંચો: ‘જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ છે, એનાથી શું ખબર પડે’ અખિલેશ યાદવે આમ કેમ કહ્યું
તેમણે કહ્યું હતું કે જેઓ થોડા દિવસો માટે સત્તામાં આવ્યા છે તેઓ થોડા દિવસોના મહેમાન છે જે દિવસે આપણે જોઈશું કે આ સરકાર પડી જશે અને આપણા માટે ખુશીના દિવસો આવશે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ કરતા અખિલેશે કહ્યું કે તે પોતાનો જીવ હથેળીમાં રાહીને લડે છે. અખિલેશે કહ્યું કે કેન્દ્રમાં સત્તા પર ભાગલાવાદી શક્તિઓ છે જેઓ ભાગલા પાડીને દેશ પર રાજ કરવા માંગે છે, પરંતુ તેઓ સફળ થશે નહીં. તેઓ નજીકના ભવિષ્યમાં પરાજિત થશે.