નેશનલ

યુપી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ-સપાનું ‘ગઠબંધન પાક્કું’: અખિલેશ યાદવની જાહેરાત…

પ્રયાગરાજ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) બે વર્ષ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે મોટી જાહેરાત કરી છે. રવિવારે પ્રયાગરાજમાં અખિલેશ યાદવે કહ્યું કે 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ‘INDIA’ ગઠબંધન યથાવત રહેશે. એટલે કે ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ સાથે રહેશે.

INDIA ગઠબંધન યથાવત રહેશે
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રવિવારે કહ્યું કે 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ‘INDIA’ ગઠબંધન યથાવત રહેશે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો કરતા આરોપ લગાવ્યો કે તે વકફ (સુધારા) કાયદા દ્વારા માફિયાઓની જેમ જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે.

મહાકુંભના આયોજનમાં ગેરવહીવટની ટીકા કરી
અખિલેશ યાદવે પ્રયાગરાજમાં મહાકુંભના આયોજનમાં ભાજપ ગેરવહીવટની પણ ટીકા કરી હતી અને જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો ગેરવહીવટની તપાસ કરવાનું વચન આપ્યું હતું. સમાજવાદી પાર્ટીના વડાએ દાવો કર્યો હતો કે સરકારે ઘટના દરમિયાન થયેલા જાનહાનિ અને નાણાકીય લાભ અંગે ખોટા આંકડા આપ્યા હતા, અને આરોપ લગાવ્યો હતો કે જાન્યુઆરીમાં થયેલી નાસભાગ દરમિયાન ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ નિષ્ફળ ગયું હતું.

આપણ વાંચો : અખિલેશે ભાજપ પર કરેલો કટાક્ષ ઉલટો પડ્યો; અમિત શાહે આપ્યો એવો જવાબ કે ગૃહ હસી પડ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button