નેશનલ

UP: અખિલેશ યાદવને CBIનું તેડું, ગેરકાયદે ખનન મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવને CBIનું તેડું આવ્યું છે. (Akhilesh Yadav summoned by CBI) ગેરકાયદેસર ખનનના મામલાને લઈને કેન્દ્રિય તપાસ એજેંસીએ સાક્ષી તરીકે પૂછપરછ માટે તેને સમન્સ પાઠવ્યું છે. CBI એ આવતીકાલે એટલે કે ગુરુરવારે પૂછપરછ માટે હજાર રહેવા માટે કહ્યું છે. નોટિસમાં કહેવામા આવ્યું છે કે ગેરકાયદે ખનન મામલે જવાબ આપવા માટે CBI સમક્ષ હાજર રહેવું પડશે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને જાન્યુઆરી 2019માં દાખલ કરેલી CBI FIR મામલે સમન્સ પાઠવવામા આવ્યું છે, જે 2012-2016 વચ્ચે હમીરપુરમાં કથિત ગેરકાયદેસર ખનન સાથે સંબંધિત છે. જાન્યુઆરી 2019 માં, તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય સહિત ઘણા અધિકારીઓ સામે FIR નોંધવામાં આવી હતી. FIRમાં આરોપ છે કે સરકારી કર્મચારીઓએ હમીરપુરમાં ખનીજનું ગેરકાયદેસર ખનન થવા દીધું છે.

5 જાન્યુઆરી, 2019 ના રોજ, CBIએ 12 સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણી રોકડ અને સોનું મળી આવ્યું હતું. CBIએ CrPC 160 હેઠળ આ કેસમાં અખિલેશને સાક્ષી તરીકે બોલાવ્યા છે. અખિલેશ યાદવ 2012 થી 2017 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. ત્યારે, 2012 થી 2013 સુધી, તેઓ રાજ્યના ખાણકામ મંત્રી હતા.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બુધવારે ભાજપ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે પાર્ટી INDIA ગઠબંધનથી ડરે છે અને અન્ય પાર્ટીઓને તોડી રહી છે. અખિલેશ યાદવે મંગળવારે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ક્રોસ વોટિંગ કરનારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે યુપીમાં 10માંથી 8 બેઠકો કબજે કરી હતી, જ્યારે સપાએ 2 બેઠકો જીતી હતી. સપાના ત્રીજા ઉમેદવારનો પરાજય થયો હતો. સપાના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button