બિહારમાં મહાગઠબંધનની હારનું ઠીકરું અખિલેશ યાદવે કોના પર ફોડ્યું! X પર કરી આવી પોસ્ટ

પટના: 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન બાદ બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી મળી રહેલા વલણો અને કેટલીક બેઠકોના પરિણામો પરથી સ્પષ્ટ થયું છે કે, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA) ની મોટી જીત થઇ રહીં છે અને મહાગઠબંધનની નિરાશાજનક હાર થઇ રહી છે.
ભારતીય જનતા પાર્ટી(BJP), જનતા દળ યુનાઇટેડ(JDU) અને NDAના અન્ય ઘટક પક્ષો ઉજવણી કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) સહીત મહાગઠબંધનના ઘટક પક્ષોના કેમ્પમાં નિરાવ શાંતિ છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન હાર તરફ આગળ વધી રહી છે, એવામાં સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે મહાગઠબંધનની હાર માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR )ને જવાબદાર ઠેરવ્યું છે.
SIRએ ખેલ કર્યો!
અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું કહ્યું, “બિહારમાં SIRએ ખેલ કર્યો છે. હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં આવું નહીં થાય, કારણ કે આ ચૂંટણી ષડયંત્રનો હવે પર્દાફાશ થઈ ગયો છે. અમે તેમને આ રમત રમવા નહીં દઈએ. CCTV ની જેમ, અમારું ‘PPTV’ એટલે કે ‘PDA પ્રહરી’ સતર્ક રહેશે અને ભાજપની યોજનાઓને નિષ્ફળ બનાવશે. ભાજપ એ પાર્ટી નથી પણ છેતરપિંડી છે.”
SIRએ ખેલ કર્યો!
નોંધનીય છે કે સમાજવાદી પાર્ટી (SP) ના પ્રમુખ અખિલેશ યાદવે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન મહાગઠબંધન માટે પ્રચાર કર્યો હતો, તેમણે વિવિધ પ્રદેશોમાં રેલીઓ સંબોધી હતી, હવે પરિણામોમાં જણાઈ રહ્યું છે કે તમની મેહનત કામ નથી લાગી.



