નેશનલ

બહરાઇચ હિંસા ભાજપ દ્વારા પૂર્વ આયોજિત હતી! અખિલેશ યાદવના ગંભીર આક્ષેપો

મૈનપુરી: ઉત્તર પ્રદેશના બહરાઇચ જીલ્લામાં દુર્ગા મૂતિ વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ મોટા પાયે હિંસા ફાટી નીકળી (Bahraich Violence) હતી, હજુ પણ જીલ્લામાં તાણાવભર્યો માહોલ છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) આ હિંસા માટે ભાજપ(BJP)ને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે બહરાઇચ હિંસાનું આયોજન શાસક BJP દ્વારા કરવામાં આવ્યું હતું.

| Also Read:

Airlines Bomb Threat : ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારને થશે જેલ? જલ્દી લાવવામાં આવશે કાયદો

મૈનપુરીથી લોકસભાના સાંસદ અખિલેશ યાદવે કહ્યું, “બહરાઈચમાં જે કંઈ પણ થયું તેનું રાજ્યમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બીજેપી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.” સરઘસ દરમિયાન થયેલી અથડામણમાં ગોળી વાગવાથી એક યુવકનું મોત થયું હતું, ત્યાર બાદ લોકોએ દુકાનો, વાહનો અને હોસ્પિટલને સળગાવી દીધી હતી.

રેહુઆ મન્સૂર ગામના રહેવાસી 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની 13 ઓક્ટોબરના રોજ થયેલી સાંપ્રદાયિક અથડામણ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

| Also Read: Arvind Kejriwal ને આ  કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં હાજર થવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

મહારાજગંજમાં એક મસ્જીદ પાસેથી પસાર થઇ રહેલા સરઘસમાં સ્પીકર પર મોટેથી સંગીત વગાડવામાં વિવાદને કારણે કોમી રમખાણ ફાટી નીકળ્યા હતાં. જેના કારણે વિસ્તારમાં આગચંપી અને તોડફોડ થઈ અને ચાર દિવસ માટે ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

13 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં હિંસાના સંબંધમાં જિલ્લામાં 11 એફઆઈઆર નોંધવામાં આવી હતી. લગભગ 1,000 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા.

રામ ગોપાલ મિશ્રાની હત્યાના બે આરોપીને ગયા અઠવાડિયે એક એન્કાઉન્ટર દરમિયાન પોલીસે પગમાં ગોળી મારી હતી. તેઓ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

| Also Read: “આ તારીખોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ના કરતા”, ખાલિસ્તાની અલગાવવાદી પન્નુનએ આપી ધમકી

સાંપ્રદાયિક હિંસાને પગલે એક સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે સર્કલ ઓફિસર રૂપેન્દ્ર ગૌર, તહસીલદાર રવિકાંત દ્વિવેદી અને જિલ્લા માહિતી અધિકારી ગુલામ વારિસ સિદ્દીકીને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker