Top Newsનેશનલ

શ્રીનગરમાં સનસનાટી: ભૂતપૂર્વ ડૉક્ટર પાસેથી AK-47 મળી, આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીના આરોપ…

શ્રીનગર: પહલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ પર ભારતીય સેના બાજ નજર રાખી રહી છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. એક નાગરિક પાસેથી AK-47 રાઇફલ મળી આવી છે. આ વ્યક્તિ કોણ છે? આવો જાણીએ.

આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીના આરોપ

અનંતનાગ જિલ્લાના જલગુંડના રહેવાસી આદિલ અહેમદ રાથેર 24 ઓક્ટોબર, 2024 સુધી GMC અનંતનાગમાં સરકારી ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં આ ભૂતપૂર્વ સરકારી ડૉક્ટર આદિલ અહેમદ રાથેરના લોકરમાંથી એક AK-47 રાઇફલ મળી આવી છે. આ ગંભીર ગુનાના પગલે, નૌગામ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 162/2025 હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અને તપાસ એજન્સીઓ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. ડૉક્ટર આદિલ અહેમદ રાથેર સામે આવા ઘાતક હથિયારો રાખવા અને સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે અને વિગતવાર પૂછપરછ શરૂ કરી છે, જેમાં ડિજિટલ અને ભૌતિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષા દળો માટે ડૉક્ટરના લોકરમાંથી AK-47 રાઇફલ જપ્ત કરવી એક મોટી સિદ્ધિ ગણાય છે. આ ઘટના એ સંકેત આપે છે કે આવા હથિયારો કેવી રીતે સુરક્ષિત અને અણધાર્યા સ્થળોએ છુપાવવામાં આવી શકે છે. આ કેસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરે છે, જેને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

આ પણ વાંચો…હાથમાં AK-47 સાથે ફૂટબોલ મેચ! આ વિડીયો અફઘાનીસ્તાન નહીં ભારતનો જ છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button