નેશનલ

અજિત પવાર શરદ પવારની સાથે! સુપ્રિયા સુળેએ ફોટો સાથે શેર કરી પોસ્ટ

બારામતી: પવાર પરિવારની દિવાળી એટલે ગોવિંદબાગની દિવાળી. ગોવિંદબાગ એ શરદ પવારનું બારામતીમાં આવેલ નિવાસ્થાન છે. શરદ પવાર, પવાર પરિવારના પ્રમુખ છે. રાષ્ટ્રવાદીમાં જે ભાગલાં પડ્યા ત્યાર બાદ અજિત પવાર આ દિવાળીએ આવશે કે નહીં? એની ચર્ચા આખો દિવસ ચાલી હતી. ખરેખર તો અજિત પવારના પત્ની સુનેત્રા પવાર સવારથી જ ગોવિંદબાગમાં હતાં. માત્ર અજિત પવાર મિસિંગ હતાં. તેમ છતાં અજિત પવાર મંગળવારે મોડી સાંજે દિવાળીના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. સુપ્રિયા સુળેએ એ ફોટો પણ પોસ્ટ કર્યો છે.

સુપ્રિયા સુળેએ મંગળવારે બપોરે દિવાળીના કાર્યક્રમનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં અજિત પવારના પત્ની સુનેત્રા પવાર દેખાયા હતાં. પણ અજિત પવાર મિસિંગ હતાં. તેથી દરવર્ષની પરંપરા તોડી અજિત પવાર આ વર્ષે દિવાળીના કાર્યક્રમમાં નહીં આવે તેવી ચર્ચાઓ થઇ રહી હતી. કારણ કે રાષ્ટ્રવાદીમાં પડેલા ભાગલા બાદ પવાર પરિવારની આ પહેલી જ દિવાળી હતી. આ દિવાળી પર અજિત પવાર શરદ પવારને ગોવિંદબાગમાં મળવા નહીં જાય એવી ચર્ચાઓ થઇ રહી હતી.

કારણ કે સવારથી જ શરદ પવારને મળવા માટે લોકો અને તેમના પરિવારજનોની ભીડ ગોવિંદબાગમાં જામી હતી. શરદ પવારના પરિવારના લગભગ બધા જ સભ્યો ગોવિંદબાગમાં હાજર હતાં. માત્ર અજિત પવાર આવ્યા નહતાં. તેથી અજિત પવાર હવે ગોવિંદબાગમાં નહીં આવે એ લગભગ નક્કી થઇ ગયું હતું.

આ અંગે સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે, અજિત પવારને ડેંગ્યૂ થવાથી તેઓ કોઇ પણ કાર્યક્રમમાં ગયા નથી એ આખું મહારાષ્ટ્ર જાણે છે. તેથી દાદા (અજિત પવાર) અહીં આવ્યા નહીં હોય એમ સુપ્રિયા સુળેએ કહ્યું હતું. જોકે રાત્રે અજિત પવાર ગોવિંદબાગમાં આવ્યા. અને મંગળવારે દિવાળીની ઉજવણી એમણે પવાર પરિવાર સાથે કરી એ સુપ્રિયા સુળેએ પોસ્ટ કરેલા ફોટો પરથી સાફ દેખાય છે.


સુપ્રિયા સુળેએ સાંજના ફોટો શેર કર્યા એ ફોટોમાં અજિત પવાર શરદ પવારની પાછળ ઊભા દેખાય છે. અજિત પવાર મોડા ગોવિંદબાગ પહોંચ્યા હતાં. અજિત પવાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન છે. શનિવારે તેઓ જ્યારે શરદ પવારને મળ્યા ત્યાર બાદ તેઓ દિલ્હી જઇને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતાં. જોકે મંગળવારે દિવાળીની ઉજવણી માટે અજિત પવાર ગોવિંદબાગ પર પહોંચ્યા ન હોવાથી અનેક ચર્ચાઓ થવા લાગી હતી. આખરે અજિત પવાર મોડા મોડા પણ ગોવિંદબાગ પહોંચી ગયા હતા અને તેમણે દર વર્ષની પરંપરા મુજબ દિવાળી તહેવાર પવાર પરિવાર સાથે ઉજવીને ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધુ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button