નેશનલ

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અમિત શાહની મુલાકાતે: બિમારી બાદ પહેલો દિલ્હી પ્રવાસ

નવી દિલ્હી: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેના કાર્યક્રમ બાદ છેક દિલ્હીનો રસ્તો પકડ્યો. દિલ્હીમાં તેઓ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા. આ વખતે અજિત પવાર સાથે સુનિલ તટકરે અને પ્રફુલ પટેલ પણ હાજર રહ્યાં હતાં. આ મુલાકાત દિવાળી નિમિત્તે શુભેચ્છા મુલાકાત હોવાની જાણકારી મળી રહી છે. જોકે આ મુલાકાતમાં મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતી અંગે ચર્ચા થઇ હોવાનું પણ કહેવાઇ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં મનોજ જરાંગે પાટીલના આંદોલનને કારણે રાજ્યમાં મરાઠા અનામતનો પ્રશ્ન વધુ ઉગ્ર બન્યો છે. બધાને જ કુણબી પ્રમાણપત્ર આપો એવી માંગણી મનોજ જરાંગે પાટીલે કરી છે. તથા 15મી નવેમ્બરથી મનોજ જરાંગે પાટીલ મહારાષ્ટ્ર પ્રવાસ પણ શરુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ જરાંગે પાટીલે જ્યારે ભૂખ હડતાલ કરી ત્યારે અજિત પવારને ડેંગ્યૂ થયો હતો. આ બિમારીને કારણે અજિત પવાર 15 દિવસ જાહેર કાર્યક્રમોમાં દેખાયા નહતાં. ત્યાર બાદ અજિત પવારે શરદ પવારની મુલાકાત લીધી. અને ત્યાર બાદ તરત જ દિલ્હી જવા રવાના થયા હતાં. ગૃહ પ્રધાન અમિત શાહ સાથએ અજિત પવારની રાજકીય ચર્ચા થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે.


અમિત શાહની મુલાકાત દરમીયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર જૂથના રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રફુલ પટેલ અને મહારાષ્ટ્રના અધ્યક્ષ સુનીસ તટકરે પણ હજાર હતાં. પાછાલં કેટલાંય દિવસોથી રાજ્યમાં રાજકીય ચઢાવ-ઉતાર આવી રહ્યાં છે. મરાઠા અનામત આંદોલન, ઓબીસી અનામત આંદોલનથી વાત વણસી છે. રાજ્યમાં મરાઠા અનામતના મુદ્દા પરથી મહાયુતી સરકારના પ્રધાનોના અલગ જ નિવેદનો સામે આવ્યા છે. ઉપરાંત મરાઠા અનામતના મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એકલા જ આ આંદોલનનો સામનો કરતાં હોવાનું દેખાઇ રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા અને અજિત પવાર બિમાર હતાં.


ત્યારે હવે અજિત પવાર અને અમિત શાહ વચ્ચે શું ચર્ચાઓ થઇ તે અંગેની સત્તાવાર વિગતો હજી સામે આવી નથી. જોકે મહારાષ્ટ્રના હાલના વાતાવરણને ધ્યાનમાં લઇને આ મુલાકાત મહત્વની ગણવામાં આવી રહી છે. િ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. Sarad Pawar
    1. BJP alliance aave to Ajit Pawar CM banne
    2. Sarad Pawar alliance aave to Supriya Pawar CM banne .

Back to top button