નેશનલ

શું મુંબઈ પોલીસના કારણે દાઉદને મારવાનો પ્લાન નિષ્ફળ ગયો?

પૂર્વ IPSનો ખુલાસો

મુંબઇઃ ભૂતપૂર્વ IPS અધિકારી મીરા બોરવણકરે તાજેતરમાં ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમને મારવાની નિષ્ફળ યોજના વિશે વાત કરી છે. વિકી મલ્હોત્રા અને ફરીદ તનાશાની ધરપકડ કરનારી ટીમનું નેતૃત્વ કરનાર મીરા બોરવણકરે જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ડોભાલની આવી કોઈ યોજનાની જાણ નહોતી.

બોરવણકરે જણાવ્યું હતું કે તેઓ ધરપકડ કરાયેલા વિક્કી મલ્હોત્રા અને ફરીદ તનાશાને પકડવા માટે એક વ્યાવસાયિક ઓપરેશન ચલાવી રહ્યા હતા, કારણ કે આ બંને આરોપીઓ મુંબઈમાં લોકોને ઘણા ખંડણીના કૉલ્સ કરતા હતા. બોરવણકરે દાવો કર્યો છે કે બે એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવનો આ મામલો છે અને મુંબઈ પોલીસ દાઉદ ઈબ્રાહિમ માટે કામ કરતી હતી, એમ કહેવું ખોટું છે.


નોંધનીય છે કે દેશમાં લાંબા સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મુંબઈ પોલીસ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ દાઉદ ઈબ્રાહિમને પકડવા માટેના ગુપ્ત ઓપરેશનમાં નિષ્ફળ રહ્યા હતા. આ બાબત 2015માં પ્રકાશમાં આવી હતી.


2015માં એક મીડિયા હાઉસ સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન પૂર્વ ગૃહ સચિવ અને બીજેપી નેતા આરકે સિંહે ભારતના આતંકવાદ વિરોધી પ્રયાસોના સૌથી કુખ્યાત પ્રકરણોમાંથી એક એવા દાઉદના પ્રકરણનો ખુલાસો કર્યો હતો. આરકે સિંહે ખુલાસો કર્યો હતો કે, ‘દાઉદ ઈબ્રાહિમને ખતમ કરવા માટે એક ઓપરેશનની યોજના બનાવવામાં આવી રહી હતી, પરંતુ તે પહેલા મુંબઈ પોલીસની કેટલીક કાર્યવાહીએ તેમાં અવરોધ ઉભો કર્યો હતો. આ ઓપરેશનમાં અજીત ડોભાલ પણ સામેલ હતા.

આ યોજના શું હતી એ વિશે જાણીએ. વર્ષ 2005માં એવા સમાચાર આવ્યા હતા કે દાઉદ ઈબ્રાહિમની પુત્રી માહરૂખ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને દાઉદની પુત્રીના લગ્નની યોજનાનો પવન મળતા જ દુબઈમાં અંડરવર્લ્ડ ડોનને ખતમ કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. ડોભાલની ગુપ્તચર એજન્સીઓએ યોજનાને અંજામ આપવા માટે છોટા રાજનના લોકોને તૈનાત કર્યા હતા અને અજીત ડોભાલ પોતે આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા.


રાજને તેના બે સૌથી વિશ્વસનીય શાર્પશૂટર્સ વિકી મલ્હોત્રા અને ફરીદ તનાશાને તૈનાત કર્યા હતા.ડોભાલની યોજનાથી અજાણ મુંબઈ પોલીસે અન્ય એક કેસમાં આ શૂટર્સની ધરપકડ કરવાની યોજના બનાવી હતી. વિકી મલ્હોત્રા અને ફરીદ તનાશાની ધરપકડ કરવા માટેનું ઓપરેશન તે સમયે મીરા બોરવણકરના નેતૃત્વમાં હતું.

આવી સ્થિતિમાં મુંબઈ પોલીસ પર આરોપ લાગ્યો હતો કે તેમના વિભાગના કેટલાક લોકો દાઉદના સંપર્કમાં હતા. તે સમયે મુંબઈના ટોચના ઉદ્યોગપતિઓને અંડરવર્લ્ડમાંથી ખંડણીના કોલ આવતા હતા. મુંબઇ પોલીસ કૉલ્સને ઈન્ટરસેપ્ટ કર્યો અને વિકી મલ્હોત્રાને શોધી કાઢ્યો. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, તેને સર કહી રહ્યો હતો. સરનો અવાજ એકદમ અલગ હતો.

મુંબઇ પોલીસને સર કોણ છે તે ખબર નહોતી. એમ માનવામાં આવે છે કે એ ‘સર’ એટલે દાઉદ જ હતો. વિકી મલ્હોત્રા અને ફરીદ તનાશાની ધરપકડ કરવા મુંબઇ પોલીસ ટીમ પહેલા કોલકાતા અને બાદમાં દિલ્હી ગઈ હતી અને તેની ધરપકડ કરી હતી, જેને કારણે ડોભાલનું ઓપરેશન અટકી ગયું. મુંબઇ પોલીસને ખબર જ નહોતી કે અજીત ડોભાલ આ કેસ પર કામ કરી રહ્યા હતા. આ માત્ર સંકલનનો અભાવ હતો, પણ મુંબઈ પોલીસ પર દાઉદ સાથેની મિલીભગતનો આરોપ લાગી ગયો હતો.

મીરા બોરવણકરે તેમના પુસ્તક ‘મેડમ કમિશનર’માં આ વાત લખી છે, જેમાં ડોભાલ સાથે જોડાયેલા પ્રકરણને ‘એક્સટોર્શન કોલ અને અઢી ધરપકડ’ નામ આપવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…