ઈન્ડિયન 'જેમ્સ બોન્ડ'ના જાસૂસીના અજાણ્યા કિસ્સા, ના જાણતો હોય તો જાણી લો!
નેશનલ

ઈન્ડિયન ‘જેમ્સ બોન્ડ’ના જાસૂસીના અજાણ્યા કિસ્સા, ના જાણતો હોય તો જાણી લો!

પાકિસ્તાનમાં ભિખારી બનીને કેવી રીતે કર્યા જાસૂસી મિશન પાર, જાણો અજાણી વાતો

નવી દિલ્હીઃ દુશ્મન દેશોની ખુફિયા માહિતા એકઠી કરીને ભારતને સુરક્ષિત રાખવામાં અનેક લોકો કામ કરી રહ્યાં છે. ક્યારેક ભિખારી તો ક્યારેય વાળંદ બનીને પાકિસ્તાનના પરમાણું પ્રોજેક્ટની માહિતી એકઠી કરી હતી. આવું તમે માત્ર જેમ્સ બોન્ડની ફિલ્મ કે પછી સ્પાઈ થ્રિલર ફિલ્મોમાં જ જોયું હશે.

પરંતુ જો આવું વાસ્તવમાં થયું હોય તો! આ વાંચીને ચોંકી ના જશો! કારણ કે, આવું ખરેખર થયું છે. આવું કામ આપણાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજીત ડોભાલ (Ajit Doval) અનેક વખત કરી ચૂક્યાં છે.

ડોભાલના કારણે પાકિસ્તાનના પરમાણું પ્રોજેક્ટને અસર થયેલી
અજીત ડોભાલને ભારતના ‘જેમ્સ બોન્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અજીત ડોભાલ દુશ્મન વચ્ચે એવી રીતે છુપાઈ જાય કે તેમને કઈ ખબર જ ના પડે! આજ સુધી તેઓ પોતાના મિશન દરમિયાન પકડાયા નથી. અજીત ડોભાલ પર એક પુસ્તક લખાયું છે, જેમાં અનેક રાજ ખોલવામાં આવ્યાં છે. તો ચાલો અજીત ડોભાલ વિશે અજાણી વાતોની ચર્ચા કરીએ…

‘અજીત ડોભાલ -ઓન અ મિશન’ પુસ્તકમાં અનેક રહસ્ય ખુલ્યા
ડી દેવદત્ત નામના લેખકે, અજીત ડોભાલ પર ‘અજીત ડોભાલ -ઓન અ મિશન’ (Ajit Doval on A Mission) નામે એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં ભારતે 1974માં પહેલું પરમાણું પરીક્ષણ કરીને પાકિસ્તાન સહિત દુનિયાના દેશોને ચોંકાવી દીધા હતા.

1974 બાદ પાકિસ્તાન ચીન અને ઉત્તર કોરિયાની મદદથી પરમાણું ક્ષમતા વિકસાવવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. પાકિસ્તાન આ કામ ગુપ્ત રીતે કરી રહ્યું હતું. જેથી ભારતે એક મિશન શરૂ કર્યું અને તેની જવાબદારી અજીત ડોભાલને આપવામાં આવી હતી. આ મિશનમાં પાકિસ્તાન જઈને ગુપ્ત માહિતી એકત્ર કરવાની હતી, જેમાં જીવનું જોખમ હતું છતાં અજીત ડોભાલે આ મિશન પાર પાડ્યું હતું.

પાકિસ્તાનની ગલીઓમાં ભિખારી બનીને ફરતા ડોભાલ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અજીત દોભાલે તે મિશન દરમિયાન પાકિસ્તાનની ગળીઓમાં ભિખારી બનીને ફરતા રહ્યા હતાં. લોકો ભીખ પણ આપતા હતા, પરંતુ અજીત ડોભાલને તેનાથી કોઈ ફરક નહોતો હતો. તેઓ માત્ર મિશન પર જ ધ્યાન આપી રહ્યાં હતા.

આ દરમિયાન તેમની નજર એક નાઈની દુકાન પર પડી હતી. જ્યારે ખાન રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો રોજ આવતા હતાં. અજીત ડોભાલ બહાર ભિખારી જેમાં જ બેસતા પરંતુ તેમની નજર દુકાન પર પડેલા વાળ પર રહેતી હતી. તે વાળને એકઠા કરીને ભારત મોકલતા હતા. આ વાળના પરીક્ષણમાં રેડિયેશન અને યુરેનિયમના કેટલાક નિશાન મળી આવ્યા હતા. જેના કારણે પાકિસ્તાનમાં ચાલી રહેલા પરમાણું પ્રોગ્રામની જાણકારી મળી હતી.

અજીત ડોભાલે 6 વર્ષ સુધી પાકિસ્તાનમાં જાસૂસી કરી
અજીત ડોભાલ પાકિસ્તાનમાં એક બે વર્ષ નહીં પરંતુ 6 વર્ષ સુધી ગુપ્ત વેશમાં રહ્યાં હતા. આ દરમિયાન તેમના જીવને પણ ચોક્કસ જોખમ હતું, પરંતુ જેમનામાં દેશભક્તિ હોય તેમને આવી કોઈ વાતનો ડર નહોતો. તેમણે આપેલી મહત્વપૂર્ણ વિગતોના કારણે પાકિસ્તાનના પરમાણું પ્રોજેક્ટની ખુફિયા જાણકારી ભારતને મળી હતી.

પુસ્તક પ્રમાણે અજીત ડોભાલે એવી માહિતી લાવી કે જેનાથી પાકિસ્તાનની પરમાણુ પરીક્ષણ કરવામાં લગભગ 15 વર્ષનો વિલંબ થયો હતો. આ મિશનને ડોભાલના સૌથી હિંમતવાન અને હોંશિયાર ગુપ્તચર કામગીરીમાંનું એક માનવામાં આવે છે. અજીત ડોભાલ ભારત માટે ગર્વ છે. જેમણે દેશની રક્ષા અને સેવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દીધો હતો.

આ પણ વાંચો…એનએસએ અજીત ડોભાલનું મોટું નિવેદન, કહ્યું ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહી…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button