સીએમ યોગીની બાયોપિક ફિલ્મ પર આ બે દેશો ફિલ્મ પર મૂક્યો પ્રતિબંધ

મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર એક બાયોપિક બની છે. આ બાયોપિક “અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં યોગી આદિત્યનાથના જીવનના સંઘર્ષો દર્શાવવામાં આવશે તેવું મેકર્સે જણાવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં આનંદ વી. જોશી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનય કરી રહ્યાં છે. યોગી પર ફિલ્મ બની હોવાના કારણે અનેક સમસ્યાઓ પણ આવી રહી છે.
કતર અને સાઉદી અરેબિયામાં યોગીની ફિલ્મ પર પ્રતિબંધ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટલાક દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર બનેલી આ ફિલ્મ પર કતર અને સાઉદી અરેબિયાએ પ્રતિબંધ મુકી દીધો છે. “અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” ફિલ્મ આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. પરંતુ દુનિયાભરમાં આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા કતર અને સાઉદી અરેબિયાએ તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી કમાણી કરશે આંકડા આવ્યાં બાદ જાણવા મળ્યું છે.
આ ફિલ્મની કહાણી લોકોને ખૂબ જ પસંદ આવશેઃ મેકર્સ
કતર અને સાઉદીએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો તે મુદ્દે નિર્માતાએ કહ્યું કે, ‘ભારત હંમેશાથી યોગીઓના શાશ્વાત જ્ઞાનમાં વિશ્વાસ કરતો આવ્યો છે. “અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” માં અમે આ યાત્રા વિશે વાત કરી છે. ભરે તે દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, છતાં પણ આ ફિલ્મ લોકોને પસંદ આવવાની છે. આ ફિલ્મની કહાણી દુનિયાભરના લોકોને ખૂબ જ પસંદ આવશે. કારણ કે, આ ફિલ્મ એ વિચાર છે અને વિચારોને કોઈ રોકી શકતું નથી.
આ ફિલ્મમાં અનંતવિજય જોશી મુખ્ય ભૂમિકા ભજવે છે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કતાર અને સાઉદી અરેબિયા દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ ભારતીય સંસ્કૃતિમાં મૂળ રહેલા ફિલ્મના ઊંડા આધ્યાત્મિક વિષયો સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો, અનંતવિજય જોશી મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સાથે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ અને ગરિમા વિક્રાંત સિંહે પણ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ ગઈ છે.
આપણ વાંચો: 50 રૂપિયાનું વેચાણ, 15 લાખનો ખર્ચ… કંગના રનૌતની રેસ્ટોરાની હાલત જોઈ ચોંકી જશો