
નવી દિલ્હી: 2002ની સાલમાં ભારત વતી છ ટેસ્ટ અને બાર વન-ડે રમનાર 42 વર્ષના વિકેટકીપર-બૅટર અજય રાત્રાને બીસીસીઆઇએ ભારતની મુખ્ય મેન્સ ટીમ માટેની સિલેક્શન કમિટીમાં મેમ્બર બનાવ્યો છે.
આ પણ વાંચો : સેહવાગે કહ્યું, ‘Team Indiaને કોચિંગ આપતો રહું તો મારા બન્ને દીકરાઓને…’
અજિત આગરકર આ પસંદગીકાર સમિતિનો અધ્યક્ષ છે.
અજય રાત્રાની નિયુક્તિ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સલિલ અન્કોલાના સ્થાને થઈ છે.
આ પણ વાંચો : યુવરાજના પિતા કપિલ વિશે અપમાનજનક બોલ્યા, ધોનીને પણ નિશાન બનાવ્યો
પાંચમી સપ્ટેમ્બરે (ગુરુવારે) દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને આ સ્પર્ધા અજય રાત્રાનું પ્રથમ અસાઇનમેન્ટ ગણાશે.
અજય રાત્રા આસામ, પંજાબ તેમ જ ઉત્તર પ્રદેશની ટીમનો હેડ-કોચ રહી ચૂક્યો છે.
આ પણ વાંચો : ગાવસકરની સ્ટીવ સ્મિથને ‘ચેતવણી’…બુમરાહથી બચીશ તો અશ્ર્વિન તને પાછો મોકલી દેશે
2002માં ઍન્ટિગા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામેના અણનમ 115 રન અજય રાત્રાની બેસ્ટ ટેસ્ટ ઇનિંગ્સ હતી. ત્યારે તે ટેસ્ટ સદી ફટકારનાર યંગેસ્ટ વિકેટકીપર બન્યો હતો. તે કૈફની કૅપ્ટન્સીવાળી અન્ડર-19 ટીમમાં પણ હતો.