નેશનલ

AIUDF નેતા બદરુદ્દીન અજમલના આસામના સાત જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ

લોકસભા સાંસદ અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે પરંપરાગત વૈષ્ણવ સ્કાર્ફ ચેલેંગનું અપમાન કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે. સંગઠનના નેતા મનિરુલ ઇસ્લામ બોરાના જણાવ્યા અનુસાર સામાજિક સંસ્થાએ અપર આસામ મુસ્લિમ વેલફેર કાઉન્સિલ અજમલને તેમને કરેલા આ અપમાન માટે સખત શબ્દોમાં ચેતવણી આપી હતી અને બદરુદ્દીન અજમલનો આસામના સાત જિલ્લામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.

AIUDF નેતાએ વૈષ્ણવ ધર્મ અને પરંપરાગત સભ્યતા અને સંસ્કૃતિનું અપમાન કર્યું છે ઉપરાંત આસામી લોકોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે, તેથી જ્યાં સુધી જ્યાં સુધી તે તેમના આ કામ માટે માફી નહીં માંગે ત્યાં સુધી અજમલને લખીમપુર, ધેમાજી, તિનસુકિયા, ડિબ્રુગઢ, જોરહાટ, ગોલાઘાટ અને શિવસાગર આ સાત જિલ્લાઓમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ AIUDF ચીફ પર આડકતરો હુમલો કરતા કહ્યું હતું કે બદરુદ્દીન અજમલ મારા માટે ફક્ત એક વસ્તુ છે કોઇ વ્યક્તિ નહીં. અગાઉની સરકારોના કાર્યકાળ દરમિયાન તેમને ક્યારેય કોઇએ ચેતવણી આપી નથી પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે અજમલને જેહાદ કરતાં પહેલાં કે આસામીઓ વિશે ખરાબ વાત કરતાં પહેલાં હજાર વાર વિચારવું પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત