PM Narednra Modiના શપથવિધિ માટે Aishwaryaને આમંત્રણ?
અહં… હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે અમે અહીં બચ્ચન પરિવારની બહુરાની અને બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan)ની વાત કરી રહ્યા છે તો એવું નથી બોસ. આ તો અહીં દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝનની વરિષ્ઠ લોકો પાઈલટ ઐશ્વર્યા એસ. મેનનની વાત થઈ રહી છે. રવિવારે એટલે કે નવમી જૂનના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાનપદના શપથ (Prime Minister Narendra Modi Will Take Oath For Third Time) લેવા જઈ રહ્યા છે. આ સમારોહમાં દેશ-વિદેશથી મહેમાનો હાજર રહેશે.
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 8000 મહેમાનોને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ 8000 મહેમાનોમાં જ દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝનની વરિષ્ઠ લોકો પાઈલટ ઐશ્વર્યા એસ. મેનન (Southern Railway Chennai Division’s Senoir Loco Pilot Aishwaray S. Menon)ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા એસ. મેનને વંદે ભારત ટ્રેનની સાથે સાથે જન શતાબ્દી વિવિધ ટ્રેનોમાં લોકો પાઈલટ તરીકે કામ કર્યું છે. ઐશ્વર્યાએ ચેન્નઈ-વિજયવાડા અને ચેન્નઈ અને કોઈમ્બતૂર વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનોની શરૂઆતથી જ લોકો પાઈલનું કામ કર્યું છે. ઐશ્વર્યા એક શાનદાર લોકો પાઈલટ છે અને તેમણે પોતાની સતર્કતા અને રેલવે સિગ્નના ઊંજા જ્ઞાનને કારણે વરિષ્ઠ અધિકારીઓની પ્રશંસા પ્રાપ્ત કરી છે.
ઐશ્વર્યા સિવાય એશિયાની સૌપ્રથમ લોકો પાઈલટ સુરેખા યાદવ (Asia’s First Female Loco Pilot Surekha Yadav)ને પણ આ શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુરેખા યાદવ સીએસએમટી-સોલાપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ )(CSMT-Solapur Vande Bharat Express)ના લોકો પાઈલટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેખા યાદવ સહિત 10 લોકો પાઈલટને આ શપથ વિધિ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.