નેશનલ

મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં એરક્રાફ્ટ ક્રેશ; બે પાયલટ ઇજાગ્રસ્ત

ભોપાલ: મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં એરક્રાફ્ટ ક્રેશ (Aircraft Crash) થયું હોવાની દુર્ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એન્જિન ફેલ થવાના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિમાન ક્રેશ થયું ત્યારે તેમાં બે પાઈલટ સવાર હતા. ઉડાન ભર્યાની 40 મિનિટ બાદ જ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું.

આ વિમાન ગુના જિલ્લાની છે. આ શિવ એકેડમીનું એરક્રાફ્ટ હતું જેને બે પાઈલટે ટેસ્ટ ફ્લાઈટ માટે ઉડાડ્યું હતું. આ ઘટનામાં બંને પાયલટ ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેન્ટ પોલીસ સહિત શિવ એકેડમીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

આ પણ વાંચો : Jammu Kashmirના અનંતનાગમાં સુરક્ષાદળોએ આંતકીઓને ઘેર્યા, સામસામે ફાયરિંગ શરૂ

મધ્ય પ્રદેશ પોલીસેના જણાવ્યા અનુસાર ગુના જિલ્લામાં ખાનગી ઉડ્ડયન કંપનીનું બે સીટર પ્લેન ક્રેશ થયું છે જેમાં પાયલટ ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન લગભગ 1 વાગે ઉડાન ભરી હતી અને ઉડાન ભર્યાના 40 મિનિટ બાદ જ ક્રેશ થયું હતું. દુર્ઘટના સ્થળની તસવીરો પણ સામે આવી છે જેમાં દેખાઈ રહેલ વિમાનના નીચે પડતાની સાથે જ બે ટુકડા થઈ ગયા હતા.

ઘાયલ પાયલટમાંથી એકની ઓળખ કેપ્ટન વીસી ઠાકુર તરીકે થઈ છે. પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર તે પાઇલટ શનિવારે જ કર્ણાટકના બેલગાવીથી ગુના આવ્યા હતા. હાલ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિમાન કર્ણાટકની એક સંસ્થાનું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને ટેસ્ટિંગ અને મેઇન્ટેનન્સના કામ માટે ગુનાની એક એકેડમીમાં લાવવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button