ટોપ ન્યૂઝનેશનલ

ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શન વચ્ચે ગૃહ મંત્રાલયે રાજ્યો માટે મોક-ડ્રિલનો લીધો નિર્ણય

‘એર રેઈડ સાયરન ચેક કરો, નાગરિકોને તાલીમ આપો… ’ MHAએ રાજ્યોને મોક ડ્રીલ માટે નિર્દેશ આપ્યા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સીમા પર કાર્યવાહી કરવા તૈયારીઓ કરી (India-Pak Tension) રહી છે. ઇન્ડિયન નેવી પણ મિસાઈલ પરીક્ષણ કરી રહી છે. ત્યારે દેશનની આંતરિક સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) પણ કાર્યવાહી કરી રહ્યું છે. મંત્રાલયે રાજ્યોને મોક ડ્રીલ કરવા સૂચના આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યોની 7 મેના રોજ મોક ડ્રીલ યોજવા કહેવામાં આવ્યું છે.

યુદ્ધની સ્થિતિમાં દુશ્મનના હુમાલાનો સામનો કરવા તૈયાર રહેવા આ મોક ડ્રીલને મહત્વની માનવામાં આવી રહી છે. કટોકટીની સ્થિતિમાં નાગરીકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ મોક ડ્રીલ કરવામાં આવશે.

આપણ વાંચો: India-Pak tension: ભારતને મળ્યો જાપાનનો સાથ, તો ભારતના બે કટ્ટર દુશ્મનો આવ્યા એક સાથે

મોક ડ્રીલ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવશે:

• હવાઈ હુમલાની ચેતવણી દરમિયાન સાયરન વગાડવું.
• હુમલા દરમિયાન સ્વ-રક્ષણ માટે નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને તાલીમ આપવી.
• હુમલા દરમિયાન બ્લેકઆઉટ
• હુમલા દરમિયાન મહત્વપૂર્ણ સ્થાનો છુપાવવા
• લોકોને સ્થાનાંતરિત કરવા માટે આયોજન અને રિહર્સલ

આપણ વાંચો: India-Pakistan Tensions: ભારતે પાકિસ્તાનને 184 માછીમારોને ઝડપી મુક્ત કરવા જણાવ્યું

54 વર્ષ બાદ આવી મોક ડ્રીલ:

અહેવાલ મુજબ અગાઉ આ પ્રકારની ડ્રીલ વર્ષ 1971માં જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરવામાં આવી હતી. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્દેશો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પંજાબમાં યોજાઈ મોકડ્રીલ:

સીમા પર તણાવને ધ્યાનમાં રાખીને, પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટ બોર્ડે રવિવારે 30 મિનિટની બ્લેકઆઉટ ડ્રીલ હાથ ધરી હતી. કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રાત્રે 9 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી બ્લેકઆઉટ કવાયત હાથ ધરવામાં આવી હતી.

યુદ્ધ નક્કી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ હુમલાના ગુનેગારો અને તેમના માસ્ટરનો ખાતમો કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એવામાં ગૃહ મંત્રાલયના નિર્દેશો ભારતના પાકિસ્તાન પરના સંભવિત એક્શન અંગે અટકળોને વેગ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button