
નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું છે. સ્મૉગની ચાદરમાં દિલ્હી લપેટાઈ ગયું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર પહોંચી ગયું છે. છેલ્લા 9 દિવસથી રાજધાની ધુમ્મસની ગાઢ ચાદરમાં લપેટાયેલી છે. 401થી ઓછા AQI માં પણ આ સમયે GRAP-3 લાગુ છે. તેમ છતાં પ્રદૂષણમાંથી રાહત મળી રહી નથી. આગામી બે દિવસ પ્રદૂષણ અને ધુમ્મસ આ જ પ્રકારનું રહી શકે છે
ગુરુવારની રાત્રે 3 વાગ્યે પ્રદૂષણનું સ્તર વધીને 401 પર પહોંચી ગયું હતું. ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઘટાડો આવ્યો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એર બુલેટિન અનુસાર દિલ્હીનો AQI 391, ફરીદાબાદનો AQI 255, ગાઝિયાબાદનો 430, ગ્રેટર નોઈડાનો 380, ગુરુગ્રામનો 302 અને નોઈડાનો AQI 408 નોંધાયો હતો.
જ્યારે અશોક વિહારનો 429, બવાનાનો 437, બુરાડી ક્રોસિંગનો 412, ચાંદની ચોકનો 405, ડીટીયુનો 427, દ્વારકા સેક્ટર-8નો 416, જહાંગીરપુરીનો 445, મુંડકાનો 440, નહેરુ નગરનો 420, ઓખલા ફેઝ-2નો 404, પટપડગંજનો 404, પંજાબી બાગનો 424, આરકે પુરમનો 423, રોહિણીનો 438, સીરીફોર્ટનો 406, સોનિયા વિહારનો 404, વિવેક વિહારનો 424 અને વજીરપુરનો 468 AQI નોંધાયો હતો.
નોઈડાના સેક્ટર-116માં AQI 439, સેક્ટર-1માં 424, સેક્ટર-125માં 424 અને સેક્ટર-62માં 347 નોંધાયો હતો. ગાઝિયાબાદના પ્રદૂષણના સ્તરે પણ ચિંતા વધારી દીધી છે. લોનીમાં તે 443 સુધી પહોંચી ગયો છે. પૂર્વાનુમાન મુજબ, પ્રદૂષણનું સ્તર 22 નવેમ્બરે વધીને ગંભીર થશે. 23 નવેમ્બરે તે ખૂબ જ ખરાબ થઈ જશે. ત્યારબાદ આગામી 6 દિવસ સુધી તે ખૂબ જ ખરાબ રહેશે. 21 અને 22 તારીખે પવનોની ગતિ પણ 5 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે. 23 નવેમ્બરે તે બપોરના સમયે થોડા સમય માટે પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
પરાળીનો ધુમાડો 3 ટકાથી પણ ઓછો
રાજધાનીમાં ધુમ્મસનું જે સ્તર છે, તેનું કારણ પરાળીનો ધુમાડો નથી. ડિસિઝન સપોર્ટ સિસ્ટમ અનુસાર પરાળીના ધુમાડાનો હિસ્સો માત્ર 2.8 ટકા રહ્યો. જ્યારે વાહનોના ધુમાડાનો હિસ્સો સૌથી વધુ 17.3 ટકા રહ્યો હતો.
આ પણ વાંચો…મુંબઈમાં નોંધાયો આટલો એર ક્વોલિટી ઈન્ડેક્સ, આટલી કંપનીને નોટિસ



