પ્રદૂષણે માઝા મૂકી, દિલ્હી બાદ હરિયાણામાં પણ ધો.5 સુધી સ્કૂલો બંધ…
Air Pollution: દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા સહિત દેશના અનેક રાજ્યો આજકાલ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ દ્વારા દિલ્હી-એનસીઆરમાં ગ્રેડ રિસ્પોંસ સિસ્ટમ (GRAP-3) લાગુ કરવામાં આવી છે. હરિયાણાના 11 શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચી ગયો છે, જ્યારે જિંદમાં 500 સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો : America એ ભારતને પરત કરી લૂંટાયેલી 1400 પ્રાચીન કલાકૃતિઓ, આટલી કિંમત
હરિયાણાના આ જિલ્લામાં વધ્યું પ્રદૂષણ
હરિયાણામાં પ્રદૂષણના કારણે સરકારે પાંચમા ધોરણ સુધીના બાળકોની સ્કૂલ બંધ કરવાનો ફેંસલો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થિતમાં બાળકો, વડીલો અને ગંભીર બીમારીથી પીડિત લોકોને વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેથી આવા લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. પ્રદૂષણના કારણે હરિયાણાના 14 જિલ્લામાં ફરીદાબાદ, ગુરુગ્રામ, નૂંબ, રોહતક, સોનીપત, રેવાડી, પાનીપત, પલવલ, ભિવાની, ચરખી દાદરી, મહેન્દ્રગઢ, જીંદ અને કરનાલમાં ગ્રેપ 3 પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત
વાયુ પ્રદૂષણના સંપર્કમાં લાંબો સમય રહેવાથી બાળકોને થાય છે આ નુકસાન
એક્સપર્ટના કહેવા મુજબ, વાયુ પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી બાળકોના ફેફસાને ગંભીર નુકસાન પહોંચી શકે છે. જેનાથી ફેફસાનું કેન્સર, અસ્થમા અને બ્રોંકાઈટિસ જેવી શ્વાસ સંબંધી બીમારીનો ખતરો પણ ઘણો વધી જાય છે. હવામાં રહેલો કાર્બન અને ઝેરી તત્વો શ્વસન માર્ગને નુકસાન પહોંચાડી શખે છે. આ જોખમના કારણે અસ્થમા, બ્રોંકાઈટિસ જેવી બીમારીઓ થાય છે, જે શહેરીજનો માટે ચિંતાની વાત છે. પ્રદૂષણ કેન્સર સહિત ફેફસાની બીમારીનું કારણ બની શકે છે. બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ભવિષ્યમાં કેન્સરના જોખમને ઓછું કરવા માટે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અન્ય એક્સપર્ટના કહેવા મુજબ, ભવિષ્યની પેઢી પર પ્રદૂષણનો પ્રભાવ મહત્ત્વપૂર્ણ છે. કારણકે ઉચ્ચ સ્તરના પ્રદૂષણના સંપર્કમાં આવનારા બાળકો તેમના જીવનના પ્રથમ દિવસે જ 10 સિગારેટ જેટલો ધૂમાડો અંદર લે છે.