નેશનલ

એર ઈન્ડિયા શરૂ કરશે મુંબઈથી મેલબોર્ન વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ

મુંબઈ: ઓસ્ટ્રેલિયામાં મોટો ભારતીય સમુદાય વસે છે, જેને કારણે ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટની માગ પણ વધતી જઇ રહી છે. દેશની મુખ્ય અને ટાટાની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાએ મુંબઈથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સુધીની તેની પ્રથમ નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ 15 ડિસેમ્બર, 2023 થી શરૂ થશે, એરલાઇન દર અઠવાડિયે ત્રણ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર એરક્રાફ્ટ, બિઝનેસ ક્લાસમાં 18 ફ્લેટબેડ સીટ અને ઈકોનોમી ક્લાસમાં 238 જગ્યા ધરાવતી સીટોથી સજ્જ છે, જે મુંબઈ-મેલબોર્ન રૂટ પર સેવા આપશે. એરલાઇન ઇકોનોમી ક્લાસ માટે રૂ. 48,999 થી શરૂ થતા તમામ-સમાવેશક રાઉન્ડ-ટ્રીપ ભાડા ઓફર કરી રહી છે.

ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તે 15 ડિસેમ્બરથી મુંબઈ અને મેલબોર્ન વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ઉડાન ભરશે. આમ કરીને તેઓ મુંબઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના એકમાત્ર નોન-સ્ટોપ ઓપરેટર બનશે. એરલાઈનના જણાવ્યા અનુસાર, નવી મુંબઈ-મેલબોર્ન સેવાઓ ઓસ્ટ્રેલિયન રાજ્ય વિક્ટોરિયામાં દર વર્ષે આશરે 40,000 બેઠકોનો ઉમેરો કરશે, જે 200,000થી વધુ ભારતીયોનું ઘર છે.


એર ઇન્ડિયાના ચીફ કમર્શિયલ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઑફિસરે જણાવ્યું હતું કે, અમે મુંબઇ અને મેલબોર્ન વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવા માટે અને હકારાત્મક રીતે બદલાઇ રહેલા એર ઇન્ડિયાના ફ્લાઇંગ અનુભવને દર્શાવવા માટે આતુર છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…