નેશનલ

દિલ્હીથી અમેરિકા જઇ રહેલા  વિમાનનું કરાયું રશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, Air India એ જણાવ્યું આ કારણ

નવી દિલ્હી : દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલું એર ઈન્ડિયાનું(Air India)વિમાન  ટેકનિકલ સમસ્યાના કારણે ગુરુવારે  રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એરલાઈને આ જાણકારી આપી. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્લેન તેના રૂટને ડાયવર્ટ કર્યા બાદ ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ  પર લેન્ડ

એર ઈન્ડિયાએ  કહ્યું કે તે મુસાફરોની કાળજી લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. વિમાનમાં સવાર મુસાફરોની સંખ્યા તાત્કાલિક જાણી શકાયું નથી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-183 ટેકનિકલ કારણોસર રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ (UNKL) પર લેન્ડ કરવામાં આવી હતી.”

મુસાફરો અને ક્રૂની સલામતી અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોઇંગ 777 એરક્રાફ્ટમાં 225 મુસાફરો સવાર હતા. આ સિવાય 19 ફ્લાઈટ ક્રૂ  મેમ્બર પણ હતા.એરલાઈને જણાવ્યું હતું કે, “અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી વિમાન ફરી ઉડી ન શકે ત્યાં સુધી મુસાફરોની સંભાળ સુનિશ્ચિત કરી શકાય.” એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, મુસાફરો અને ક્રૂની સલામતી અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

એક વર્ષમાં આ બીજી વખત

એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આ જ રૂટ પર એર ઈન્ડિયાનું વિમાન આ રીતે રશિયામાં લેન્ડ થયું છે. ગયા વર્ષે જૂનમાં એર ઈન્ડિયાનું બોઈંગ એરક્રાફ્ટ પણ ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરીને એક દિવસ માટે અટવાઈ ગયું હતું. ત્યારબાદ ફ્લાઈટના મુસાફરોને મગદાન એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. તેની બાદ એર ઈન્ડિયાએ બીજા દિવસે મુસાફરોને લેવા માટે એક વિમાન મોકલ્યું.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…