એર ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો, ડીજીસીએએ નિયમ ભંગ બદલ ચાર નોટીસ ફટકારી...

એર ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો, ડીજીસીએએ નિયમ ભંગ બદલ ચાર નોટીસ ફટકારી…

નવી દિલ્હી : અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે ડીજીસીએ કરેલી એર ઇન્ડિયાની તપાસમાં ઇન્ટરનલ ઓપરેશનમાં 100 નિયમનો ભંગ પ્રકાશમાં આવ્યો છે. આ નિયમ ભંગ ક્રૂ ટ્રેનિગ, આરામ, ડ્યુટી અવર્સ અને એરફિલ્ડ લાયકાત સાથે જોડાયેલા છે.

આ નિયમ ભંગમાંથી 7 ને લેવલ એકની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. જે ગંભીર સુરક્ષા જોખમ માનવામાં આવે છે. જેમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે.

મુસાફરોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ય પ્રાથમિકતા : એર ઇન્ડિયા
આ અંગે એરઇન્ડિયાએ ડીજીસીએ ની તપાસ અહેવાલનો સ્વીકાર કર્યો છે. તેમજ કહ્યું છે કે સમય મર્યાદામાં આ અંગે પ્રતિક્રિયા આપશે તેમજ સુધારાની વિગત પણ ડીજીસીએ મોકલશે. એર લાઈન કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું
છે કે એરલાઈન્સ નિયમિત પણે ઓડીટ કરવામાં આવે છે.

જેના થકી સિસ્ટમની તપાસ અને તેમાં સુધારો થઈ શકે. ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયાનું વાર્ષિક ઓડિટ જુલાઈ માસમાં થયું છે. જેમાં પારદર્શિતા સાથે સહયોગ આપવામાં આવ્યો છે. એર ઇન્ડિયા મુસાફરોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ય પ્રાથમિકતા આપે છે.

ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ઇસ્યુ કરી
ડીજીસીએ દ્વારા 1 થી 4 જુલાઈ સુધી એર ઇન્ડિયાની ગુરુગ્રામ સ્થિત મુખ્ય ઓફીસના વિસ્તુત ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન ક્રૂ ટ્રેનિંગ, આરામ , ડ્યુટી અવર્સ અને એરફિલ્ડ લાયકાત સહિત અનેક ઇન્ટરલ ઓપરેશનલમાં નિયમોનો ભંગ જોવા મળ્યો હતો.

આ તપાસ બાદ 23 જુલાઈના રોજ ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ઇસ્યુ કરી હતી. આ પૂર્વે 21 જુનના રોજ ડીજીસીએ એર ઇન્ડિયાના ત્રણ અધિકારીઓને તાત્કાલિક ક્રૂ શિડયુલિંગ અને રોસ્ટિંગ સબંધી તમામ જવાબદાર માંથી દુર કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો…અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા, સરકારે કહ્યું અમે સત્યની સાથે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button