ટેરિફના ‘ટેન્શન’ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય: સપ્ટેમ્બરથી દિલ્હી-વોશિંગ્ટન ફ્લાઈટ બંધ…

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના ટેન્શન વચ્ચે વધુ એક સમાચાર ચોંકાવનારા મળ્યા છે. એર ઈન્ડિયાએ હવે પાટનગર દિલ્હીથી વોશિંગ્ટન ડીસીની ફ્લાઈટને પહેલી સપ્ટેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માટે એક નહીં બે-ત્રણ કારણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
એર ઈન્ડિયાના 26 બોઈંગ 787-8 વિમાનને અપગ્રેડ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે, જેનું કામ લાંબા સમય સુધી ચાલી રહ્યું હોવાથી લાંબા સમયગાળા સુધી ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં, જ્યારે આ કામ 2026 સુધી ચાલશે, એમ એર ઈન્ડિયાએ જણાવ્યું હતું.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફનું ટેન્શન તો ચાલી રહ્યું છે, જ્યારે પાકિસ્તાનની એરસ્પેસ પણ બંધ છે, જેનાથી લોંગ રુટની ફ્લાઈટ સર્વિસને અસર પણ થઈ રહી છે. પ્રવાસીઓને પહેલી સપ્ટેમ્બર, 2025 પછી બુકિંગ કર્યું છે તેમનો સંપર્ક કરવામાં આવશે તેમ જ બીજી ફ્લાઈટનું બુકિંગ અને પૂરા પૈસા પાછા આપવાનો પણ વિકલ્પ આપવામાં આવશે.
પ્રવાસીઓ હવે એર ઈન્ડિયાના કો-પાર્ટનર યા ઈન્ટરલાઈન પાર્ટનર જેમ કે અલાસ્કા એરલાઈન્સ, યુનાઈટેડ એરલાઈન્સ મારફત જેએફકે, ન્યૂ યોર્ક, નેવાર્ક, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોથી વોશિંગ્ટન જઈ શકે છે. એક ટિકિટ પર બેગેજ-સામાન ડાયરેક્ટ લાસ્ટ ડેસ્ટિનેશન પર પહોંચશે. એર ઈન્ડિયા અમેરિકાના છ શહેરમાં નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ચલાવી રહ્યું છે, જેમાં કેનેડાના ટોરન્ટો અને વેનકુંવરનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો…બે કોકરોચને લીધે મુસાફરોએ આખી ફ્લાઈટ માથે લીધીઃ એર ઈન્ડિયાએ આપ્યો જવાબ