એર ચીફ માર્શલ એપી સિંહે કઈક આ રીતે સંભાળ્યો IAFનો ચાર્જ: જેના થઈ રહ્યા છે ચારે બાજુ વખાણ…
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એરફોર્સ ચીફ માતાને સલામ કરતા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. આ ખાસ તસવીરો તે સમયે ખૂબ જ શેર થઈ રહી છે જ્યારે વાયુસેના પ્રમુખ મંગળવારે સવારે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. એર ચીફ માર્શલ એપી સિંહ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે તેમની માતા પુષ્પંત કૌરના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : LAC પર આ શું બોલી ગયા આર્મી ચીફ જનરલ કે…
ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ અમર પ્રીત સિંહે જે રીતે તેમની માતાનું સન્માન કર્યું, તે પળ કોઈપણના દિલને સ્પર્શી જે તેવી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેમના માતા વ્હીલચેર પર બેઠા છે. આ દરમિયાન એરફોર્સ ચીફ એપી સિંહ નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમય દરમિયાન, તેણે પહેલા તેની માતાને વંદન કર્યા અને પછી તેના ચરણ સ્પર્શ કર્યા હતા.
ભારતીય વાયુસેનાના વડા એપી સિંહે જે રીતે તેમની માતા પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો તે દરેક માટે દાખલો છે. એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સોમવારે એરફોર્સ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેમણે વીઆર ચૌધરીની જગ્યા લીધી છે. એર ચીફ એપી સિંઘને 5 હજાર કલાકથી વધુ સમય સુધી એરક્રાફ્ટ ઉડાવવાનો અનુભવ છે અને તેઓ ફાઇટર એરક્રાફ્ટના ઉચ્ચ પ્રશિક્ષિત પાઇલટ છે. એર ચીફ માર્શલ સિંહ તેમની અગાઉની સોંપણીમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા હતા.