નેશનલ

હૈદરાબાદમાં AIMIM સમર્થિત ડ્રગ ગૅન્ગ હિંદુ સગીરાઓને નિશાન બનાવી રહી છે; કેન્દ્રીય પ્રધાનના આરોપ

હૈદરાબાદ: કેન્દ્રીય પ્રધાન બંડી સંજય કુમારે આરોપ લગાવ્યો છે કે અન્ય રાજ્યોમાંથી હૈદરાબાદ આવી રહેલી હિંદુ યુવતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે આ અત્યાચારનો આક્ષેપ ‘અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ હેઠળની એઆઇએમઆઇએમ (AIMIM)ના સમર્થન’ થી ચાલતા એક ડ્રગ ગૅન્ગ પર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે આ સંગઠન અહીંના જૂના શહેરમાં હિંદુ સગીર યુવતીઓને નિશાન બનાવી રહ્યું છે, તેમનું અપહરણ કરી રહ્યું છે અને તેમના પર હુમલો કરી રહ્યું છે. ભાજપના નેતાએ જણાવ્યું છે કે તેમણે નિશાન બનેલી મહિલાઓના પરિવારોનો સંપર્ક સાધવાનું શરૂ કરી દીધું છે.

અહેવાલો અનુસાર, ભાજપ નેતાએ કહ્યું, ‘પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પાસે કોઈ સેફટી કવર છે જ નહિ. હવે આવી સ્થિતિનો સામનો જૂના હૈદરાબાદ શહેરમાં કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં તેઓ બર્થ ડે પાર્ટીના નામ પર સ્કૂલથી એક હિન્દુ છોકરીને ફોસલાવીને વર્ગના મુસ્લિમ મિત્રો ઘરે લઈ ગયા હતા અને ત્યાં ડ્રગ્સવાળી ચોકલેટ આપવામાં આવી. બાદમાં તેને કિડનેપ કરવામાં આવ્યા અને 6 દિવસો સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો.

તેમણે આગળ કહ્યું કે, “જ્યારે છોકરીના માતા-પિતા પોલીસ પાસે પહોંચ્યા, ત્યારે તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા અને કોઈ પણ તપાસ વગર કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ, તે છોકરીને વિડિયો બતાવીને બ્લેકમેલ કરવામાં આવી હતી અને અન્ય મિત્રોને પણ લાવવા માટે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું.” કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, છોકરીએ આવા જ અત્યાચારનો ભોગ બનેલી 9 જેટલી છોકરીઓના નામ આપ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સ્થાનિક પોલીસ આવા લોકોથી ડરેલી છે, કારણ કે તે AIMIMના દબાણમાં કામ કરી રહી છે.

તેમણે આરોપ લગાવ્યો કે એક સગીર યુવતીનું નશેડીઓના એક ટોળા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તે ઘરે પરત ફરી અને પરિવારે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે યોગ્ય તપાસ કર્યા વિના જ આ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “છોકરી હવે વ્યસનથી પીડાઈ રહી છે અને તેનું વર્તન બદલાઈ ગયું છે.” તેમણે વધુમાં જણાવ્યું, “સીસીટીવી ફૂટેજ સહિતના અન્ય પુરાવાઓ હોવા છતાં પણ, આ ટોળકી (ગૅંગ) વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.” ખાસ વાત એ છે કે તેમણે સીસીટીવીની તસવીરો પણ બતાવી, જેમાં બે યુવકો એક છોકરીનું અપહરણ કરતા જોવા મળી રહ્યા છે.

આપણ વાંચો:  વાયુ પ્રદૂષણ સામે દિલ્હીમાં નાગરિકોનો ઉગ્ર વિરોધ, સંખ્યાબંધ લોકોની અટકાયત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button